નેશનલ ગેમ્સ અંતર્ગત ચ-૦થી ખોરજ સુધીનો રોડ બંધ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 11:22:12
  • Views : 218
  • Modified Date : 2022-10-08 11:22:12

      આજથી તા. ૮ અને ૯ દરમિયાન ગાંધીનગરના મુખ્ય રસ્તા એવા ચ ૦ સર્કલ અને ત્યાંથી ખોરજ સુધીનો જે રોડ સવારે ૫ થી બપોરે ૧ વાગ્યા સુધી નેશનલ ગેમની સાયકલિંગ ગેમ્સ માટે બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર અને ગાંધીનગરમાં અનેક જગ્યા પર ખાસ નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરની સાથેસાથે અમદાવાદમાં પણ નેશનલ ગેમ્સના આયોજન કરાયું છે. ભારતમાંથી અનેક એવા ઓલમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતેલા ખેલાડીઓ પણ અહી ગાંધીનગર ખાતે આવ્યા હતા. ચ ૦ સર્કલ થી ખોરજ સુધીના રોડને આમ જનતાની અવર જવર માટે રસ્તો બંધ કરાયો છે.

Download Our B K News Today App



Related News