છેલ્લા ત્રણ વર્ષથી આખજથી જોરણગ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 18:32:55
  • Views : 76
  • Modified Date : 2023-12-31 18:32:55

રસ્તાએ લોકો માટે પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તા સારા હોય તો લોકોને રોજિંદી અવર જવર સરળ રહે છે અને સમયની બચત થાય છે. જો કે, મહેસાણાના આખજ અને જોરણગના સ્થાનિકોને સારા રસ્તાનું સુખ નથી. બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી રોડની આવી બદતર હાલત છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રોડ ગેરંટી સમયમાં હોવા છતાં રિપેર કરાતો નથી. સ્થાનિકોએ સારા રસ્તા સાથે રસ્તો પહોંળો બને તેવી પણ માંગ કરી છે. રસ્તો એટલો ખરાબ છે કે વાહનોને પણ નુકસાન થઇ રહ્યું છે. તો અકસ્માતો પણ સર્જાય છે. તંત્ર જાણે કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અહીં લોકો ખરાબ રસ્તાને કારણે પરેશાન છે. ત્યારે તંત્ર દ્વાર રોડ રી સરફેસ કરવા માટે રૂપિયા 2 કરોડના ખર્ચનો ઠરાવ કરવામાં આવ્યો હોવાની માહિતી અપાઇ છે અને ટૂંક સમયમાં રોડ બની જશે તેવો વાયદો આપવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News