પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા અબલુવાથી સમૈવનૈ જોડતો રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 12:03:21
  • Views : 251
  • Modified Date : 2022-07-18 12:03:21

 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા અબલુવાથી સમૈવનૈ જોડતો રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.

તમે જોઈ રહ્યા છો તે સરસ્વતી તાલુકાના અબલુવાથી સમૈવનૈ જોડતો રસ્તો..જે માત્ર કહેવાનો રસ્તો છે બાકી એકદમ કાચો રસ્તો છે.. પરંતુ આ માર્ગની હાલત પહેલા જેવી હતી તેના કરતાં પણ ખરાબ થઈ ચૂકી છે.. અત્યારે વરસાદ પડતાં જ આ માર્ગ પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર પર સીધી અસર જોવા મળી રહી છે..  વરસાદના સમયે લોકોને અહીથી પસાર થવામાં ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે વરસાદના લીધે આ આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે.. આ માર્ગ પર લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. પરંતુ આ વિસ્તારના બાળકોને પણ શાળાએ જવા માટે આ એકમાત્ર માર્ગ છે.. અને વરસાદના લીધે આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી કાદવ ફેલાઈ ગયો છે.. ત્યારે શાળાએ જતાં બાળકો પણ કાદવમાથી પસાર થઈ રહ્યા છે. આ બાળકો શાળા જાય છે ત્યારે તેમણે આ એકમાત્ર માર્ગ પરથી મજબૂરીવશ પસાર થવું પડી રહ્યું છે.. કારણ કે શાળાએ જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી.. આ માર્ગ પર અત્યારે માત્ર કાદવ જ જોવા મળી રહ્યું છે.. જ્યારે વધારે વરસાદ આવે છે ત્યારે તો આ આખો માર્ગ જ બંધ થઈ જતો હોવાથી બાળકો શાળાએ પણ જઇ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડતો હોય છે અને આ માર્ગ પરથી દૂધ ભરાવા જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડતી હોય છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર  સરકારમાં રજૂઆત કરવામાં આવી છે  છતાં આ માર્ગો બન્યો નથી..ત્યારે લોકો દ્વારા બસ એજ અપીલ કરવામાં આવી હતી કે અબલુવાથી સમૈવનૈ જોડતો રસ્તો પાકો બનાવી આપવામાં આવે જેથી ગામના લોકોને ચોમાસામાં તકલીફ વેઠવી ન પડે..

Download Our B K News Today App



Related News