છત્રાળાથી સદરપુર વચ્ચેનો રસ્તો બન્યો ખખડધજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-10 17:00:18
  • Views : 644
  • Modified Date : 2022-10-10 17:00:18

     બનાસ નદી ઉપર આવેલા ભીલડી નજીક છત્રાળા અને સદરપુર વચ્ચેના રસ્તો હાલમાં ખખડધજ બની ગયો છે લીઝો ના કારણે ડમ્પરો ની અવર જવર હોવાના કારણે રસ્તો ખખડધજ બની ગયો છે જ્યારે તે રસ્તામાં ધૂળની ડમરીઓ તેમજ રેત ઉડવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે છત્રલા થી સદરપુર રસ્તો હોવાના કારણે છેક બનાસકાંઠાના ભીલડી તેમજ પાટણ વિસ્તારના લોકોને અવર-જવરમાં ખૂબ જ નજીક પડે છે તેમજ તે રસ્તા ઉપર થી દિવસે અઢળક વાહનો અવરજવર કરે છે ત્યારે ત્રણ કિલોમીટરના અંતરે આવેલો આ રસ્તો ખખડધજ થઈ જવાના કારણે લોકો અને વાહન ચાલકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે છત્રાલા થી સદરપુર સુધી રસ્તાનું સમાર કામ માટે લોકોની માંગ ઉઠી છે બનાસ નદીના રસ્તા ના કારણે ભીલડી બાજુ જવા માટે ખૂબ જ નજીક પડે છે જ્યાં દસ જેટલા ગામડા ના લોકો તેમજ પાટણ સુધી ના લોકો અવરજવર કરે છે અને વાહન ચાલકો ને અહીથી ખૂબ જ નજીક પડે છે પણ છેલ્લા કેટલાય સમય થી રસ્તો ખખડધજ થવાથી અહીંના સ્થાનિક લોક તેમજ વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે જે રસ્તા ઉપર નવીન રોડ બનાઈ આપવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છીએ

Download Our B K News Today App



Related News