બનાસકાંઠા જિલ્લામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પ્રથમ વખત સો રૂપિયાને પાર થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-08 12:30:09
  • Views : 496
  • Modified Date : 2021-07-08 12:30:09

બનાસકાંઠા જિલ્લામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ એક લીટરનો પ્રથમ વખત સો રૂપિયાને પાર થયો છે. આજે જિલ્લાના પેટ્રોલ પંપ પાર ૧૦૦.૦૩ રૂપિયા લખેલું પ્રથમ વાર જાેવા મળ્યું હતું. સાદા પેટ્રોલનો ભાવ પણ ૯૬.૪૯ અને ડીઝલના ૯૬.૦૪  રૂપિયા થયો છે.

રાજ્યમા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે ૧૦૦ રૂપિયા થઇ ગયા છે. અને સતત વધતા ભાવમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવ ૧૦૦ને સ્પર્શ કર્યો ન હતો. પરંતુ આજે પેટ્રોલ પંપ પર લોકોએ પ્રથમવાર પેટ્રોલનો ભાવ સો રૂપિયા ઉપર લખાયેલો જાેયો હતો. જેને લઇને લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જઇ રહી હોવાથી લોકો માટે પણ જીવવું મુશ્કેલ બને છે. જેમાં પેટ્રોલના ભાવમાં પણ વધારો થતાં લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે લોકો દ્વારા પણ આ મામલે મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરી અને સરકારને પેટ્રોલના ભાવ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News