ડીસાની નવજીવન બી. એડ. કોલેજ દ્વારા નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને આ રાખડીઓ બન્યા બાદ તેને ગરીબ મહિલાઓમાં વિતરણ કરવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 12:20:50
  • Views : 241
  • Modified Date : 2021-08-21 12:20:50

     છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઇરસના લીધે શાળાઓ અને કોલેજોનું શિક્ષણ કાર્ય  બંધ છે.. અને હવે એકવાર ફરી અનલોકની પ્રક્રિયાના ભાગરૂપે શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે.. ત્યારે શિક્ષણ કાર્ય શરૂ થતાં શાળાઓ અને કોલેજોમાં વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે રચનાત્મક પ્રવૃતિઓ પણ કરી રહી રહ્યા છે.. ત્યારે વિધાર્થીઓમાં રચનાત્મક શક્તિઓનો વિકાસ થાય તે માટે બી એડ કોલેજમાં આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં બી. એડ. કોલેજમાં  વિધાર્થીનીઓને નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવા ની કામગીરી કરાવવામાં આવી હતી.. જેમાં કોલેજની વિધાર્થીનીઓએ નકામી ચીજવતુઓને એકત્રિત કરીને તેમાંથી રાખડીઓ બનાવી હતી.. રાખડીઓ બનાવીને હવે કોલેજની વિધાર્થીનીઓ શહેરની ગરીબ મહિલાઓને રાખડીઓએ ભેંટ સ્વરૂપે આપશે.. બાઇટ જિલ જોશી વિધાર્થીની . . : છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે અને સહુથી ઝડપથી સંક્રમણ ફેલાવતા વાઇરસને પગલે લાખ્ખો લોકો તેનો શિકાર થઈ ચૂક્યા છે.. ત્યારે કોલેજ દ્વારા લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ આવે અને લોકો કોરોના વાઇરસને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇનનું પાલન કરતાં થાય તે માટેના સંદેશ પણ રાખડીઓ પર બનાવવામાં આવ્યા છે કે જેથી કોરોના સામેની લડાઈમાં લોકો રાખડીના માધ્યમથી જાગૃત બની શકે.

કોરોના વાઇરસને લઈ છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલું શિક્ષણ કાર્ય એકવાર ફરી શરૂ થઈ રહ્યું છે.. ત્યારે કોરોનાના કારણે શિક્ષણ કાર્યમાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે.. સરકારની ગાઈડલાઇન સાથે શરૂ થયેલા શિક્ષણ કાર્યમાં બાળકોને શિક્ષણ સાથે સાથે કોરોના સામે પણ જાગૃત બનાવવામાં આવી રહ્યા છે.. ત્યારે આશા રાખીએ કે કોરોના પ્રત્યેની જાગૃતિ આગામી સમયમાં કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળતા અપાવશે.

 

Download Our B K News Today App



Related News