અહેમદાબાદ : ધોરણ 10ના પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ, કહ્યું, પરીક્ષા યોજાઈ હોત તો હજુ વધુ સારું પરિણામ આવ્યું હોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 13:21:56
  • Views : 243
  • Modified Date : 2021-06-30 13:21:56

    મંગળવારે રાત્રે રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓને ટેમ્પરરી માર્ક્સશીટ આપવાની શરુઆત કરી દેવાઈ છે. ત્યારે આજે મળેલા પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ નારાજ થયા છે. અગાઉ માસ પ્રમોશનને કારણે પણ વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઈચ્છતા હતા, પરંતુ માર્ક્સશીટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષા આપી હોત તો પરિણામ વધુ સારું આવ્યું હોત.

    પ્રિયાંશી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારી આશા હતી કે ધોરણ 10માં ખૂબ જ મહેનત કરી છે તો પરિણામ પણ એ મહેનતના આધારે સારું આવ્યું હોત, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામમાં ઘટાડો થયો છે. અમે જે રીતે મહેનત કરી છે એ રીતે પરિણામ મળ્યું નથી. જય શાહ નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે અત્યારે A1 ગ્રેડ તો આવ્યો છે, પરંતુ બોર્ડની પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત. દરરોજ 6થી 7 કલાક વાંચન હતું. પરિણામ માટે 95 ટકાની આશા હતી, પરંતુ એ પ્રમાણે આવ્યું નથી.  દેવ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારું પરિણામ 95.1 ટકા છે, પરંતુ મે 7થી 8 કલાક મહેનત કરી હતી. પરીક્ષા ઓફ્લાઈન યોજાઈ હોત તો સારું હોત, અમે ઓનલાઇન સ્કૂલ અને ટ્યૂશન ભર્યા હતા, જેમાં તનતોડ મહેનત કરી હતી. એ બાદ અમારી પરીક્ષા યોજાઈ હોત અને તેનું પરિણામ આવત તો અમારી ખુશીનો પાર ન રહેત.

    આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જઈને ટેમ્પરરી માર્કશીટ મેળવી હતું. સુરત શહેરનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ વિદ્યાર્થીઓ કે જેવો મહેનત કરતા હતા તેમને આશા હતી કે સરકાર ઓફલાઈન પરીક્ષા લેશે. પરંતુ આખરે પરીક્ષા ન લેવાતા સરકારે જે નિયમો ની જાહેરાત કરી હતી તેને આધારે શાળાના શિક્ષકો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે. પરિણામ જોતા એવું લાગે છે કે જે વિદ્યાર્થીઓ વધુ મહેનત નથી કરતાં તેઓ પણ સરળતાથી પાસ થઈ ગયા છે.
         
    ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં રાજ્યના 1671 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ અને 23,754 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડ લાવ્યા હતા તેમજ સુરતના 350 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ અને 4,585 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો હતો. આ વર્ષે ધો.10ના જાહેર થયેલા આ પરિણામમાં A-1 2991, A-2 9847, B-1 14781, B-2 17573, C-1 16708,C-2 12123,D 10469 વિદ્યાર્થીએ મેળવ્યા છે. જેથી સ્પષ્ટપણે જોઇ શકાય છે કે શાળાઓએ પોતાનું સારૂ દેખાડવા ખોબલે ને ખોબલે માર્ક્સ આપ્યા છે.

Download Our B K News Today App



Related News