ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે જેગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-25 15:30:04
  • Views : 146
  • Modified Date : 2023-07-25 15:30:04

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ 137 થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ 108 Km સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. તો આરોપી તથ્ય પટેલના DNA પ્રોફાઈલનો રિપોર્ટ સાંજ સુધી આવશે.

Download Our B K News Today App



Related News