લાલ સમુદ્રનું સંકટ અર્થતંત્ર સામે પડકાર સમાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-09 08:18:56
  • Views : 105
  • Modified Date : 2024-01-09 08:18:56

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. સરકાર તરફથી જે પ્રકારના સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. હવે ગોલ્ડમેન શૈક્સના તેલ સંશોધન વિભાગના વડા ડેન સ્ટ્રુવેનનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો લાલ સમુદ્રનું સંકટ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બમણી થઈ જશે. આનો અર્થ એ છે કે વર્તમાન સ્તરથી ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ  155 થી 160 ડોલર સુધી પહોંચી શકે છે. તો વિચારો જો આવું થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું હશે?આ ચૂંટણીના વર્ષમાં સરકાર આસ્થિતિને ટાળવા મહત્તમ પ્રયાસ કરશે પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમત આ સ્તરે પહોંચી જાય છે તો દેશમાં પેટ્રોલની કિંમત ઓછામાં ઓછી 135 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. આ એક અંદાજ છે જે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. અત્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 77 ડોલર આસપાસ છે. લાલ સમુદ્રનું સંકટ હજી પૂરું થયું નથી. અમેરિકા, બ્રિટન અને ઘણા યુરોપિયન દેશો સ્થિતિ સામાન્ય બનાવવા મથામણ કરી રહ્યા છે. ઈરાન આ આતંકવાદીઓના સમર્થનમાં ઉભું છે. આ સંજોગો ભારત માટે પણ મોટો માથાનો દુખાવો બન્યો છે.ગોલ્ડમેન સૅક્સના એક અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સુધી પહોંચી ગયા છે. આ કારણે ઓઈલ શિપિંગને ઘણું નુકસાન થઈ શકે છે અને ક્રૂડ ઓઈલના ભાવ બમણા થઈ શકે છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે લાલ સમુદ્ર એક પરિવહન માર્ગ છે. અહીં રસ્તામાં અવરોધને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ત્રણથી ચાર ડોલરનો વધારો થઈ શકે છે. જો હોર્મુઝની સ્ટ્રેટ એક મહિના સુધી બંધ રહેશે તો તેલના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થશે. જો અહીં વધુ સમય સુધી અવરોધ ચાલુ રહેશે તો કાચા તેલની કિંમત બમણી પણ થઈ શકે છે. હાલમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 77 ડોલરથી વધુ છે. આનો અર્થ એ છે કે આ કિંમત બેરલ દીઠ 155 થી 160 ડોલર સુધી પહોંચી શકે છે.જો ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ 155 થી 160 ડોલર ની વચ્ચે હશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત શું હોઈ શકે? જેના જવાબમાં તેમણે કહ્યું કે દેશમાં પેટ્રોલની કિંમત અંદાજિત 135 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત અંદાજિત 120 રૂપિયા પ્રતિ લિટર સુધી જઈ શકે છે.

Download Our B K News Today App



Related News