ક્લિનસીટીમાં સ્વચ્છના મામલે બેદરકારો સામે મહાનગર પાલિકાની લાલ આંખ, દંડ ફટકારવાનું શરૂ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-05 15:41:15
  • Views : 95
  • Modified Date : 2024-02-05 15:41:15

સુરત : વરાછા વિસ્તારમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન આયોજકો દ્વારા સફાઈનું ધ્યાન રાખવામાં ન આવતા રસ્તા પર કચરો નાખવાને કારણે મહાનગર પાલિકા દ્વારા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રસીદ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.કાર્યક્રમ દરમિયાન રસ્તા પર કચરો ફેલાવવામાં આવતાં મહાનગર પાલિકા દ્વારા આયોજકો પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં ઈન્દોર સાથે પહેલો ક્રમાંક મેળવવામાં સફળ રહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા હવે જાહેર રસ્તાઓ અને સ્થળો પર કચરો ફેંકનારાઓ વિરૂદ્ધ સખ્ત હાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News