વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર; કેરળે 2 ડોઝ વચ્ચેનું અંતર ઘટાડ્યું, મુંબઈમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પહેલા વેક્સિન મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 12:53:39
  • Views : 328
  • Modified Date : 2021-05-29 12:53:39

     કેરળ સરકારે વિદેશયાત્રા કરતા લોકો માટે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેરળના આરોગ્ય વિભાગે વેક્સિનેશનના બીજા ડોઝમાં ઢીલ આપી છે. પહેલાં બીજા ડોઝ માટે 12-16 સપ્તાહનું અંતર રાખવાનું હતું, જે હવે 4-6 સપ્તાહ વચ્ચે કરાયું છે. ગત સપ્તાહે સરકારે વેક્સિનેશનના પ્રાથમિક ગ્રુપમાં નોકરી અને અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા હતા, આ એ લોકો છે, જેને કોવિશીલ્ડ વેક્સિન આપવાની છે.

     કેરળનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે રાજ્ય સરકારે વિદેશ જતા લોકો માટે વેક્સિનના ડોઝ અંગે કેન્દ્ર સરકારને જાણ કરી હતી, પરંતુ આ અંગે કોઇ પ્રતિસાદ ન મળતાં તેમમએ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.વળી, બીજી બાજુ મુંબઈની BMCએ પણ શુક્રવારે જાહેરાત કરી હતી કે અભ્યાસના સંદર્ભે વિદેશપ્રવાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ-19 વેક્સિન લેવા માટે 18-44 વયના ગ્રુપમાં પ્રાથમિકતા અપાશે. મ્યુનિસિપલ કોર્પોરેશને સપ્તાહના 3 દિવસ (સોમવારથી બુધવાર)નું વેક્સિનેશન કોઈપણ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન કર્યા વગર આગળ વધારવા જાહેરાત કરી હતી.

    BMCએ મોડી રાતે સૂચના આપતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી અને જરૂરી વિદેશી વિઝાની પુષ્ટિવાળા વિદ્યાર્થીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને વેક્સિનેશન સેન્ટરમાં પ્રાથમિકતા અપાશે. જોકે વેક્સિનની અછત સર્જાતાં BMCના વેક્સિનેશન સેન્ટર પર કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલો પણ પ્રી-રજિસ્ટ્રેશન દ્વારા વેક્સિનેશન હાથ ધરે છે.
    
     કેરળ સરકાર કોવિડ વેક્સિનેશનનું પ્રમાણપત્ર જાહેર કરશે, એમા લાભાર્થીઓના પાસપોર્ટ નંબરનો પણ ઉલ્લેખ કરાયો હશે. કોવિન એપ પર 12-16 સપ્તાહ પહેલાં બુકિંગ ન થઇ હોવાને કારણે સરકાર તમામ વિદેશ જતા વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી વેક્સિન આપશે. જિલ્લા ચિકિત્સા અધિકારી પ્રમાણપત્ર જાહેર કરશે.કેરળના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે નિર્ધારિત સમય પર જાણ નહીં કરનારને નોકરીમાંથી પણ હાથ ધોવા પડી શકે છે. ઘણા દેશોએ કોવેક્સિનને યોગ્ય વેક્સિન અથવા માન્યતા આપી નથી. એથી જેમણે કોવેક્સિન લીધી છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News