સદભાવના ફાઉન્ડેશન દ્વારા આજરોજ અજગરનું રેસક્યું કરી સહી સલામત ડીસા વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-30 13:39:16
  • Views : 278
  • Modified Date : 2021-11-30 13:39:16

બનાસકાંઠા જિલ્લા મા છેલ્લા ઘણાં સમય થી સદભાવના ફાઉન્ડેશન જે વન્યજીવો ને બચવાની કામગીરી કરી રહયા છે.ત્યારે ડીસા તાલુકા ના ભડથ ગામમા અજગર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે બાદ આજુબાજુના  જાગૃત નાગરિકોએ અજગર આવ્યો હોવાની જાણ ડીસા વનવિભાગ ના RFO સાહેબને કરતા સદભાવના ફાઉન્ડેશન ના જિલ્લા પ્રમુખ મોક્ષ માળી અને ટ્રસ્ટી પ્રકાશ સાંખલા અને ટિમના સભ્યો લલિત પઢીયાર, મિતેશ માળી ભડથ ગામ મા જઈને વન વિભાગના ના પ્રોટોકોલ પ્રમાણે અજગર ને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને ડીસા વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો.જેમાં સદભાવના ફાઉન્ડેશન ના ટ્રસ્ટી પ્રકાશ સાંખલા અને જિલ્લા પ્રમુખ મોક્ષ માળી વધુ માં જણાવ્યું હતું કે વન્યજીવો ને બચાવવા અને રક્ષણ કરવું આપડો નૈતિક ફરજ છે. અજગર શિડયુલ 1 મા આવતું વન્ય પ્રાણી છે તો શિડયુલ 1 ના અજગર ને પકડવો, હેરાન કરવો કે મારવો વન વિભાગ ના વન્યજીવ સંરક્ષણ ધારા 1972 મુજબ ગંભીર ગુનો બને છે, અને 25000 સુધી નો દંડ અને 3 થી 7 વર્ષ સુધી સજા ની જોગવાઈ થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર મોટા-મોટા જંગલો આવી રહ્યા છે ત્યારે અવારનવાર ખોરાકની શોધમાં જંગલી જાનવરો જંગલ છોડી બહાર આવી જતા હોય છે મોટાભાગે આવા જનાવરો ખોરાકની શોધ કોણ કરતા મોટા ભાગે ખેતરોમાં જોવા મળતા હોય છે ત્યારે ડીસામાં પણ છેલ્લા ઘણા સમયથી એક બાદ એક જંગલી પ્રાણીઓ દેખાતા લોકોમાં પણ ભય જોવા મળી રહેશે પરંતુ સતત ફોરેસ્ટ વિભાગની કામગીરીને લઇ જવાબ જંગલી પ્રાણીઓને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે છોડવામાં આવતા લોકો રાહત અનુભવતા હોય છે.

Download Our B K News Today App



Related News