કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સર્કિટ હાઉસ માં શિક્ષણ મંત્રીનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 11:33:23
  • Views : 221
  • Modified Date : 2021-11-15 11:33:23

 

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પોતાના મતવિસ્તારના લોકોની જુદી જુદી સમસ્યાઓ અને નાગરિકો માટે જનસંપર્ક કાર્યક્રમ થરા રેસ્ટ હાઉસમાં લોકોના પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી અને લોકોની રજૂઆતોને  ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી ખાત્રી આપી હતી.જેમાં કાંકરેજના ખેડૂતોને વીજ ડી.પી. કનેક્શન,રોડરસ્તા,પાણી અને વિકાસના કામો માટે તેમજ શિક્ષણનો પાયો મજબૂત બનાવવા માટે કાંકરેજ તાલુકામાં સરકારી કોલેજ,શિહોરી ખાતે આવેલ જી.આઈ.ડી.સી.તેમજ સમગ્ર થરા નગરપાલિકા અને શિહોરી બજારમાં સી.સી.ટી.વી. કેમેરા અને ઉંદરા-શિહોરી ડીપનું કામકાજ, ઉબરી કંબોઇ બનાસ નદીના પુલનું નવિન બાંધકામ,છેવાડાના ગામના તળાવોમાં નર્મદા કેનાલ દ્વારા તળાવો ભરવા,આકોલી, કુવારવા,શિહોરી,રતનપુર,ખસા, ચેખલા,રણાવાડા,ઉંબરી, રાનેર તેમજ કંબોઈ સહિત અન્ય ગામોમાં નર્મદા કેનાલ દ્વારા તળાવો ભરવા અંગે ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી આશા સાથે મીટ માંડીને બેઠા છે.ત્યારે જનસંપર્ક કાર્યક્રમ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ છે.

Download Our B K News Today App



Related News