ઈસરોએ અવકાશમાં ભગવદ ગીતા અને મોદીની તસવીર મોકલી, 19 ઉપગ્રહો લોન્ચ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:09:03
  • Views : 246
  • Modified Date : 2021-02-28 12:10:23

    ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(PSLV) દ્વારા રવિવારે 19 ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ PSLV-C51ને રવિવારે સવારે 10.24 મિનટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર(SDSC)માંથી એક લોન્ચ પેડના સહારે રવાના કરવામાં આવ્યું છે. આ રોકેટથી 637 કિલોના બ્રાઝીલિયાઈ ઉપગ્રહ અમેઝોનિયા-1 સહિત 18 અન્ય સેટેલાઈટ્સ પણ અંતરિક્ષમાં મોકલાઈ રહ્યાં છે. તેમાંથી 13 અમેરિકાના છે. આ જ મિશનમાં ઈસરોએ અંતરિક્ષમાં ભગવદ ગીતા અને વડાપ્રધાન મોદીની તસવીર મોકલી છે.


    2021માં ભારતનું આ પ્રથમ અંતરિક્ષ અભિયાન PSLV રોકેટ માટે ઘણુ લાંબુ હશે, કારણ કે તેને ઉડવાની સમય સીમા 1 કલાક 55 મિનિટ અને 7 સેકન્ડની હશે. રવિવારે સવારે રોકેટના લોન્ચિંગની સાથે જ ભારત તરફથી લોન્ચ કરવામાં આવેલા વિદેશી સેટેલાઈટની કુલ સંખ્યા 342 થઈ ગઈ છે.ઈસરો 28 ફેબ્રુઆરીએ PSLV-C51 રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ Amazonia-1 અને ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કર્યા છે. આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે.

    સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહ્યું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જોઈએ. તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદાજે 25 હજાર નામ છે, જેમાંથી 1000 નામ ભારતની બહારના લોકોના છે. હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે. આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહ્યા છે.

    18 અન્ય સેટેલાઈટ્સમાં ચાર ઈન સ્પેસ છે. તેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાનોના સંઘ યુનિટીસેટ્સના છે, જેમાં શ્રીપેરંબદુરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને કોઈમ્બતુરમાં સ્થિત શ્રીશક્તિ ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે અને 14 એનએસઆઈએલના છે.ISROના અધ્યક્ષ કે.સિવને ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે રવિવારે સવારે 10.24 મિનિટે રોકેટના લોન્ચ થવાના કાઉન્ટડાઉનની શરૂઆત શનિવારે સવારે 8.54થી થઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News