સરકારનું સાહસ ગણાતી જી.એન.એફ.સી ભરૂચ દ્વારા બનાસકાંઠાના સોતમલા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનો અભિગમ અપનાવવા તથા આ અંગે માહીતી મળી રહે તે હેતુ થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:40:42
  • Views : 179
  • Modified Date : 2022-03-28 11:40:42

સરકારનું સાહસ ગણાતી જી.એન.એફ.સી ભરૂચ દ્વારા બનાસકાંઠાના સોતમલા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનો અભિગમ અપનાવવા તથા આ અંગે માહીતી મળી રહે તે હેતુ થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

 

સરકારનું સાહસ ગણાતી જી.એન.એફ.સી ભરૂચ દ્વારા બનાસકાંઠાના સોતમલા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનો અભિગમ અપનાવવા તથા આ અંગે માહીતી મળી રહે તે હેતુ થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. GNFC ના સિનિયર માર્કેટીંગ મેનેજર એસ.કે.કોઠારી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક ડૉ. પી.ટી.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર.એન.પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર.ડીસા ખાતેથી ડૉ. વાય.ડી.પવાર તથા જી.એન.એફ.સી.પાલનપુરના બી.જી.ભુતડીયા ઉપસ્થિત રહ્યા હતા. કુલ 170 થી પણ વધુ ખેડૂતો ની હાજરીમાં આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એસ.કે.કોઠારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા જી.એન.એફ.સી.ના ઉત્પાદનો જેવાકે લીંબોળી ખોળ તથા નીમ પેસ્ટીસાઈડના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવીહતી.

આ પરીસંવાદમાં ડૉ.પી.ટી.પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેના અભિગમ વિશે માહિતી આપવામાં આવહતી. ડૉ આર.એન.પટેલ દ્વારા બટાકાના પાકમા કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તે માહિતી આપીહતી. ડૉ વાય.ડી.પવાર દ્વારા ખેતીમાં પ્રાકૃતિક સંશોધનોના ઉપયોગથી પાક સંરક્ષણ તથા ખેતી ખર્ચમાં ઘટાડો કરી સારો નફો મેળવી શકાય તેની માહિતી આપવામાં આપીહતી. પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે પોતાનો ઓર્ગેનિક ખેતીનો અનુભવ ખેડૂત મિત્રોને જણાવ્યોહતો.આ કાર્યક્રમમાં હાજર તમામ ખેડૂત મિત્રોએ આ પરિસંવાદને ખુબજ ઉપયોગી જણાવ્યો હતો..સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જી.એન.એફ.સી. ડીસાના ઈન્ચાર્જ બી.ડી.પટેલ તથા આખોલ ઇન્ચાર્જ એચ.એચ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News