મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા કિશોરે બોર્ડની પરીક્ષાની તારીખ બદલી યાદી વાયરલ કરી, ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 17:02:56
  • Views : 266
  • Modified Date : 2021-04-12 17:02:56

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પરીક્ષાના કાર્યક્રમમાં તારીખોનો ફેરફાર કરીને અખબારી યાદીને વાયરલ કરનાર બાળ કિશોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા 10-05-2021થી 25-05-2021 દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં આ પરીક્ષા 15મી જૂનથી 30 જૂન દરમિયાન યોજાશે તેવી અખબારી યાદી વાયરલ થઈ હતી. આ બાબતે કચેરી દ્વારા ચકાસણી કરતા ઉપરોક્ત અખબારી યાદીની તારીખોમાં ફેરફાર કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી વિદ્યાર્થી તેમજ વાલીઓ અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે સંયુક્ત નિયામકની ફરિયાદના આધારે સેકટર-7 પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે વાયરલ થયો હોવાથી સોશિયલ મીડિયા ઈન્ટરસેપશન તથા ટેકનીકલ એનાલીસીસ તેમજ ફિઝિકલ તપાસ કરતા આ અખબારી યાદી એક બાળ કિશોરે વાયરલ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેણે પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવા માટે પહેલી એપ્રિલના રોજ બોર્ડની વેબસાઇટ ઉપરથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની અખબારી યાદી સહી સિક્કા સહિતની ડાઉનલોડ કરી હતી અને બાદમાં પોતાના મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા તારીખો એડિટ કરીને સોશિયલ મીડિયામાં ફરતી કરી હતી.


Download Our B K News Today App



Related News