ડાભેલા ગામ માં કળશ યાત્રા સાથે સરજુદાસજી મહારાજ નો ભંડારો-મૂર્તિ સ્થાના ના કાર્યક્રમ નો પ્રારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:45:16
  • Views : 226
  • Modified Date : 2022-06-03 10:45:16

 


અમીરગઢ તાલુકાના ડાભેલા ગામમાં બુધવાર થી કળશ યાત્રા સાથે દેવ થયેલા મહારાજ નો ભંડારો તેમજ મૂર્તિ સ્થાપના ના કાર્યક્રમ નો પ્રારંભ હર્ષોલ્લાસસાથે કરવા માં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમ નવ દિવસ સુધી ચાલશે જેમા શ્રી એકાદશી  કુંડી,શ્રી વિષ્ણુ મહાયજ્ઞ શ્રી ભાગવત સપ્તાહ સહિત ના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ભોજન પ્રસાદ ની ચોવીસ કલાક સુવિધા કરવા માં આવી છે

 

ડાભેલા ગામ માં આવેલ પવિત્ર તેમજ ઐતિહાસિકમહત્વ ધરાવતા શ્રી ચતરભુજ મંદિર માં બાળપણ થી સેવા આપતા મહંત શ્રી 1008 સરજુદાસજી મહારાજ દેવ થયા બાદ કોરોના મહામારી ના કારણે ભંડારો કરાયો ન હતો જે ભંડારો તેમજ બાબજી ની મૂર્તિ ની વિધિવત સ્થાપના તેમજ મંદિર માં નવીન બિરાજમાન સ્વામી 108 શ્રી સતમિત્રાઆંદન ની ચાદર વિધિ કરવા સહિત ના ધાર્મિક કાર્યક્રમ નો પ્રારંભ હર્ષોલ્લાસ સાથે કરવા માં આવ્યો હતો

ગામ ના જાહેર માર્ગ પર હાથી અને અબીલ ગુલાલ ના છોળા સાથે કળશ યાત્રા ફરી હતી જોકે આજ થી નવ દિવસ સુધી શ્રી એકાદશી  કુંડી,શ્રી વિષ્ણુ મહાયજ્ઞ શ્રી ભાગવત સપ્તાહ સહિત ના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ભોજન પ્રસાદ ની ચોવીસ કલાક સુવિધા કરવા માં આવી છે

 

Download Our B K News Today App



Related News