જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ઉપર જથ્થો પુરતો હોવા છતાં પણ દુકાનદારો ગ્રાહકોને અનાજ ન આપી શકતા સર્જાઈ સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-06 15:18:10
  • Views : 260
  • Modified Date : 2021-12-06 15:18:10

બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તાર પર આવેલો જિલ્લો છે અને અહીં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા પણ વધારે હોવાથી સસ્તા અનાજની 1014 દુકાનો આવેલી છે દુકાનો પરથી દર મહિને 4.18  લાખ ગ્રાહકો અનાજનો પુરવઠો લઈ જઇ પરિવાર નું પેટ ભરે છે. જોકે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં અનાજનો પુરવઠો સમયસર મળતાં દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવો વધી ગયા છે ખાસ કરીને ગયા મહિને અનાજનો પુરવઠો 28 થી 30 તારીખની વચ્ચે આવ્યો હતો અને મહિનાની છેલ્લી તારીખ માં અનાજનો પુરવઠો આવતા બે દિવસમાં તમામ ગ્રાહકો રાશન નો જથ્થો મેળવી શક્યા નહોતા. ત્યારબાદ નવા મહિનામાં જૂના મહિનાની ફિંગર પ્રિન્ટ ના આવતા હવે દુકાનદારો અનાજ નો પૂરતો જથ્થો હોવા છતાં પણ ગ્રાહકોને અનાજ આપી શકતા નથી. જેથી ઘણી વખત ગ્રાહકો અને દુકાનદાર વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ત્યારે દુકાનદારોની માંગ છે કે સરકાર મેન્યુઅલી રીતે ગ્રાહકોને જથ્થો આપવાની પરવાનગી આપે તો ગ્રાહકોને ધક્કા ખાધા વગર તેમનું અનાજ આપી શકાય . . . .  ..

મામલે જિલ્લા પુરવઠા અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને ત્યાંથી ઓર્ડર આવ્યા બાદ તમામ દુકાનદારો મેન્યુઅલી રીતે ગ્રાહકોને અનાજ આપી શકશે તે માટે અમારા પ્રયાસો પણ ચાલુ છે , ઉલ્લેખનીય છે કે કોરોના બાદ તમામ લોકોના ધંધા રોજગાર પર અસર થઈ છે અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો મોટાભાગે સરકાર દ્વારા મળતા અનાજ પર નિર્ભર હોય છે તેવામાં સરકાર હવે તાત્કાલિક મેન્યુઅલ રીતે લોકોને અનાજ આપવાની છૂટ આપે તો દુકાનદારોને પણ રાહત થશે અને લોકોના મો સુધી અનાજ પણ સમયસર પહોચાડી શકાશે.

Download Our B K News Today App



Related News