વડગામની ગેલેક્સી સ્કુલના સંચાલકે વિદ્યાર્થી ને ઢોર માર મારતાં ફરિયાદપોલીસે ઘુનો નોધી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 11:22:22
  • Views : 555
  • Modified Date : 2021-09-29 11:22:22

     વડગામમાં આવેલી ગેલેક્સી સ્કુલ ના સંચાલકે ધોરણ સાત માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.જેને લઇ બાળક માનસિક સ્થિતિ પર અસર અને શારીરિક દુખાવો થયી ગયો હતો.અને તેને સારવાર માટે તેના પરિવારજનોએ સિવિલ દાખલ કર્યો હતો.અને તેના પિતા વડગામ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ઘૂનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

તાલુકા મથક વડગામ માં આવેલી ગેલેક્સી સ્કૂલમાં વડગામના પટેલ સરદાર ભાઈ માનજીભાઈ નો દીકરો નૈતિક કુમાર ધોરણ સાત માં અભ્યાસ કરે છે. જેને સ્કૂલના સંચાલકે ઢોર માર મારતા તેના પિતા સરદારભાઈ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગયી કાલે  સાંજના સમયે હું ઘરે આવ્યો ત્યારે મારો દીકરો ખાટલામાં ઊંગ્યો હતો. જેને લઇને પૂછ્યું .ત્યારે તેણે જણાવ્યું હતું કે  અમારી સ્કૂલના સંચાલક નજીભાઇએ મને માર માર્યો છે. જેથી મે મારા દિકરાને પૂછ્યું તો જણાવ્યું કે મે મારા મિત્ર ઉપર પાણી નાખ્યું  જેથી તેણે  શાળાના સંચાલક કાનજીભાઈ જણાવ્યું હતું. તે  વાત થી કાનજીભાઇને કરતા તેઓએ  મને શાળાના સ્ટાફ રૂમમાં બોલાવેલ અને સ્ટાફ રૂમની અંદર બોલાવી  બેઝ બોલનો ધોકો લઈ ઢોર માર માર્યો હતો. અને તે તારા ઘરે જઈ કોઇને વાત કરતો નહી નહીં, તો હવે પછી સ્કુલમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જે વાત નૈતિકે તેના પપ્પાને  કરતા તેના પપ્પાએ નૈતિકને  વડગામ સરકારી દવાખાને દાખલ કર્યો હતો. અને તેમને વડગામ પોલીસ મથકે ગેલેક્સી સ્કૂલના સંચાલક કાનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News