મોદીની મુલાકાત પહેલા મમતા 8 કિમીની પદયાત્રા નિકાળી રહી; હાવડામાં ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે સંઘર્ષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-23 13:14:21
  • Views : 250
  • Modified Date : 2021-01-23 13:14:21

    પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે માં વિધાનસભાની ચૂંટણીઓ છે, આ કારણે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે બંગાળમાં સત્તા પર આવવા માટે કમર કસી છું. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા પહોંચી રહ્યા છે. તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શક્તિ પ્રદર્શન કર્યું છે. તેઓ 8 કિમીની પદયાત્રા નિકાલી રહી છે. આ પદયાત્રા બપોરે 12:15 વાગે શરૂ થઈ હતી, કારણ કે 23 જાન્યુઆરી 1897માં આ જ સમયે નેતાજીનો જન્મ થયો હતો. ખરેખર, નેતાજીની જન્મજયંતિને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસ તરીકે મનાવી રહી છે, જ્યારે મમતા સરકાર તેને દેશનાયક દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે.મોદી કોલકાતામાં બે કાર્યક્રમમાં ભાગ લેશે. નેતાજીની સ્મૃતિમાં સિક્કા અને પોસ્ટ ટિકિટ બહાર પાડશે. મહત્ત્વની વાત એ છે કે મોદીની સાથે મંચ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હશે.

    વડાપ્રધાન બંગાળ પહોંચે તે પહેલા હાવડામાં સંઘર્ષ થયું છે. ભાજપના કાર્યકરોનો આક્ષેપ છે કે તૃણમૂલના કાર્યકરોએ તેમની પર હુમલો કર્યો હતો. ભાજપના સ્થાનિક નેતા કહે છે કે અમારા કાર્યકરો પીઆર હુમલો કર્યો હતો. જો તૃણમૂલ આવી રાજનીતિ કરવા માંગે છે, તો તેઓ તેમને આ ભાષામાં જવાબ આપશે.પશ્ચિમ બંગાળમાં ઉત્સવ, જનસંસ્કૃતિનો હિસ્સો છે. અહીં સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કોઈને કોઈ તક શોધવામાં આવે છે. પછી એ ટાગોરજયંતિ હોય કે વિવેકાનંદ કે પછી સુભાષચંદ્ર બોસનો જન્મદિવસ. આ કાર્યક્રમ કમિટીઓમાં સ્થાનિક રાજકારણ પણ ફૂલે-ફાલે છે. જોકે આ વખતે રાજકારણનો વ્યાપ વધીને દિલ્હી સુધી પહોંચી ગયો છે.તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક ફ્રન્ટ પર બંગાળ માનુષને લોભાવવાની હોડ આમ તો ગત દુર્ગા પૂજાથી શરૂ થઈ ગઈ હતી. 2021ની શરૂઆતની સાથે જ 12 જાન્યુઆરીએ વિવેકાનંદજયંતીથી જ બંને પક્ષોની વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. જોકે તૃણમૂલના કાર્યક્રમની આગળ ભાજપના આયોજન કદાચ થોડા ફિક્કા રહ્યા હતા. આ ખામીને ટાળવા માટે નેતાજીની જયંતી પર મોદી પોતે મેદાનમાં ઊતર્યા છે.

    કોલકાતામાં મોદી બે કાર્યક્રમમાં ભાગ લેશે. નેશનલ લાઈબ્રેરીમાં નેતાજી સુભાષચંદ્ર બોસ પર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંબોધન પછી તેઓ વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં આઝાદ હિન્દ ફોજના સભ્યોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેમની સાથે મંચ પર મમતા પણ રહેશે.વડાપ્રધાન પહેલાં તેમનું પણ સંબોધન હશે. અત્યારસુધીમાં રાજ્યોમાં સાંસ્કૃતિક મોરચા પર બંને પક્ષોના કાર્યક્રમ અલગ-અલગ થતા રહ્યા છે. સામાન્ય રીતે કેન્દ્રના કાર્યક્રમો અને બેઠકોમાં મમતા ઉપસ્થિત રહેતાં નથી.

    બંગાળને રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાપુરુષો પ્રત્યે ખાસ સન્માન રહ્યું છે. અહીંના લોકો તેને કલ્ચર સાથે જોડીને જોવે છે. અહીં ખેલ અને કળાની શિક્ષા દરેક ઘરમાં આપવામાં આવે છે. આ કારણે જ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સીધા જોડાયેલા હોય છે. વિક્ટોરિયા મેમોરિયલ હોલના મંચ પર પણ મોદી અને મમતા બંનેનો હેતું આ બંગાળી કલ્ચરથી પોતાને નજીક બતાવવાનો હશે.


Download Our B K News Today App



Related News