વડાપ્રધાને ડબલ ડેકર ગુડ્સ ટ્રેનને આપી લીલી ઝંડી, મોદીએ કહ્યું - વિકાસને નવી ગતિ મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 12:41:39
  • Views : 252
  • Modified Date : 2021-01-07 13:08:49

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડબ્લ્યુડીએફસી)ના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એક માલગાડી ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જેની લંબાઈમાં 1.5 કિમી છે અને ડબલ કન્ટેનર વહન સિસ્ટમ ધરાવે છે.

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જે આધુનિક ભારતમાં વિકાસને ગતિ આપી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે, આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આજે દરેક ભારતીયનું આહ્વાન છે, ન તો આપણે રોકાઈશું કે ન થાકીશું. આ નવા કોરિડોરને ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે દેશમાં ગુડ્ઝ ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જે ગતિ પહેલા 25 KMPH હતી તે હવે વધીને 90 KMPH સુધી કરવામાં આવી રહી છે. મોદીએ વધુમાં કહ્યું કે આ કોરિડોર આધુનિક નૂર ટ્રેનો માટેનો માર્ગ જ નથી, પરંતુ તે દેશના ઝડપી વિકાસનો કોરિડોર પણ છે. આ કોરિડોરથી, હરિયાણા રાજસ્થાનના ડઝનબંધ જિલ્લાઓના સ્થાનિક ઉદ્યોગોને લાભ થશે.


Download Our B K News Today App



Related News