ડાકોર મંદિરનો પૂજારી ૪ બોટલ દારૂ સાથે ઝડપાયો, વૈભવી કારમાં દમણ ફરવા ગયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:38:09
  • Views : 273
  • Modified Date : 2020-10-27 11:38:09

   પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીને ૯ હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે ૭ લાખની કાર પણ કબજે કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઈટની ૪ બોટલ મળી હતી. કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે. પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જોકે પાર્થ ડાકોર ખાતે આવેલા રણછોડરાય મંદિરનો પૂજારી હોવાની વિગત પછીથી બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણની સહેલગાહે આવ્યો હતો અને ત્યાંથી કારમાં દારૂ લઈ જતો હતો. પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર છે. તેના પિતા ડાકોર મંદિરમાં કિર્તનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ચલાવે છે. જોકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે.

Download Our B K News Today App



Related News