ડીસા ખાતે કાર્યરત ન્યુ ટીસીડી ક્રિકેટ એકેડેમી દ્વારા ગુજરાતભરની મહિલા ક્રિકેટરની પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેનું આજે સમાપન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-02 13:01:05
  • Views : 217
  • Modified Date : 2022-03-02 13:01:05

ડીસા ખાતે કાર્યરત ન્યુ ટીસીડી ક્રિકેટ એકેડેમી દ્વારા ગુજરાતભરની મહિલા ક્રિકેટરની પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેનું આજે સમાપન કરવામાં આવ્યું હતું

 

ડીસા ખાતે કાર્યરત ન્યુ ટીસીડી ક્રિકેટ એકેડેમી ધીરે ધીરે સરહદી બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોએ માટે મક્કાનું સ્થાન લઈ રહ્યું છે.. આ મેદાનના સંચાલક વિપુલભાઈ આલ દ્વારા આ મેદાન પર ઉચ્ચ કક્ષાનું અને પધ્ધતિસરનું ક્રિકેટનું કોચિંગ આપવામાં આવી રહ્યું છે.. ત્યારે બનાસકાંઠા જેવા પછાત જિલ્લાની દીકરીઓ પણ મોટા શહેરોની દીકરીઓની જેમ ઉચ્ચ કક્ષાના ક્રિકેટની તાલીમ મેળવે તે માટે ન્યુ ટીસીડી ક્રિકેટ એકેડેમી દ્વારા ગુજરાતભરની મહિલા ક્રિકેટરની પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની મહિલા ક્રિકેટરોએ ભાગ લીધો અને અને આ મહિલા ક્રિકેટરોએ સાથે આપની સ્થાનિક મહિલા ક્રિકેટરોએ પણ ત્રણ દિવસ સુધી લીગ મેચ રમી હતી.. આ લીગ મેચની આજે ફાઇનલ મેચ હતી અને ફાઇનલ મેચ બાદ આ ટુર્નામેંટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.. આ ટુર્નામેનને સફળ બનાવવા માટે વિપુલભાઈ આલ, શૈલેષભાઈ મકવાણા અને રાહુલભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.. અને આખી ટુર્નામેંટ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરની કોમેંટરી થરાદના દેવજીભાઇ હેગડેએ આપી હતી.. આ પ્રસંગે ખેલાડીઓને સન્માનીત કરવા માટે ડીસાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા..

Download Our B K News Today App



Related News