ડીસાના મહમદપુરા બિહારી બાગ ગવાડી વિસ્તારમાં ન જેવી બાબતે મારામારી સર્જાતા ડીસા ડીસા દક્ષિણ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:07:02
  • Views : 265
  • Modified Date : 2022-03-31 11:07:02

 

ડીસા ના ગંજીપુરા ગવાડી વિસ્તાર ખાતે રહેતા ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી મજૂરી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તેમને સંતાન માં બે દીકરા છે.જેમાં સૌથી મોટો દીકરો જે 10 વર્ષ નો ફેઝાન તે ધોરણ 4 માં અભ્યાસ કરે છે.તે પોતાની સાઇકલ લઈ ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી ની મોટી બહેન જે બિહારી બાગ ખાતે રહે છે. તેમને ત્યાં તેમનો દીકરો ફેઝાન સાઇકલ લઈ ટ્યુશન માટે ગયેલ અને સાયકલ લઇ પતાવી પરત આવતો હતો તે દરમિયાન બિહારી ગેટ નંબર-૨ પાસે રહેતા મોહમ્મદઅકરમ આઝમભાઈ શેખ ના ઘર આગળ આવતા મોહમ્મદઅકરમ આઝમભાઈ શેખ ની ભાણી ખુદેજા ઘર આગળ ઉભી હતી તે દરમિયાન ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી નો દીકરો ફેઝાન સાઇકલ લઈ આવતા તે ખૂદેજા ને સાઇકલ અડી જતા ખુદેજા  એકદમ ઉશ્કેરાઈ જઈ ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી નો દીકરો ફેઝાન  લાફો મારતાં ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી નો દીકરો ફેઝાન એ સમગ્ર વાત ઘરે કરતા ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી  મોહમ્મદઅકરમ આઝમભાઈ શેખ ઘરે ઠપકો આપવા જતા તે વખતે રેહાન આઝમભાઈ શેખ પોતાના ઘર ની બહાર દોડી આવી એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગેલ તેમજ રેહાન આઝમભાઈ શેખ ઉપરાણું લઈ નૈયર ટેલર તથા શેફમહમદ  નાઓ દોડી આવી એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગેલ ત્યારે ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી એ અપશબ્દો બોલવાની ના કહેતા આ તમામ શખ્સો ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી તેમજ તેના દીકરા ફેઝાન ને ગડદાપાટુનો માર મારવા લાગ્યા જે બાદ ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી તેમજ તેનો દીકરો ફેઝાન બુમા બૂમ કરતા આ સમગ્ર હોબાળો સાંભળતા ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી ના બહેન તેમજ બનેવી પણ દોડી આવી વધુ મારમાંથી  છોડાવેલ જે બાદ રેહાન આઝમભાઈ શેખ ઘરમાં દોડી લાકડી લઈ આવેલ ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી ના બહેન લકડી વડે મારમારતા આજુબાજુ ના લોકો દોડી આવી વધુ માર માંથી છોડાવેલ જે બાદ તમામ શખ્સો જતા જતા કહેતા ગયા કે આજે તો આ બધા આવતા બચી ગયા પરંતુ લગા આવશે તો જાનથી મારી નાખી સુ તેવી જાસા ધમકી આપી જતા રહેલા તેમજ ઝપાઝપીમાં ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી ના બહેન સાયનાબાનું ના ગળા માં પહેરેલ ચેન પણ ક્યાંક પડી ગયેલ જે મળી આવેલ નહિ આ સમગ્ર મારામારી માં ઈર્શાદભાઈ સુલતાન ભાઈ કુરેશી ના દીકરા   ફેઝાન તેમજ તેની બહેન સાયનાબાનું ને વાગેલ હોવાથી તેમને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા આજે રોજ ઈર્શાદભાઈ સુલતાનભાઈ કુરેશી એ ડીસા દક્ષિણ પોલીસ મથકે રેહાન આઝમભાઈ શેખ, મોહમ્મદ અકરમ ની ભાણી ખુદેજા ,નૈયર ટેલર તથા શેફમહમદ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે ..

Download Our B K News Today App



Related News