ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-22 18:01:26
  • Views : 201
  • Modified Date : 2024-10-22 18:01:26

નિયમનો ઉલ્લંઘન કરીને ભાડે મકાન આપનાર અને ભાડે મકાન લેનારા સામે પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. મકાન કોઈ અન્ય મિલકત ભાડે આપી હોવા છતા તેનો ભાડા કરાર ન કરાવનાર મકાન માલિક તથા ભાડૂઆત પર ગુજરાત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગુજરાત પોલીસે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ અંગે ડ્રાઈવ હાથ ધરી છે.રાજ્યમાં પોલીસે છેલ્લા 6 દિવસમાં કુલ 30 હજારથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ 2 હજાર 515 ભાડુઆતો અને માલિકો વિરૂધ્ધ પોલીસ કેસ નોંધયા છે. અમદાવાદ શહેરમાં 121, સુરતમાં 192 કેસ કરાયા તો ગાંધીનગરમાં 112 વડોદરામાં 490 અને પંચમહાલમાં 101 કેસ કરાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 236, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 10 કેસ કરાયા છે.

  

Download Our B K News Today App



Related News