અકસ્માતો પર કાબૂ મેળવવા અમદાવાદ પોલીસે કમિશનરનું જાહેરનામું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 16:34:36
  • Views : 246
  • Modified Date : 2021-03-26 16:34:36

શહેરમાં વધતા જતા અકસ્માતોનો રેશિયો કાબૂમાં લેવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. ટુ વ્હિલર માટે 60 કિ.મી જ્યારે ફોર વ્હિલર માટે 40 કિ.મી પ્રતિ કલાકની સ્પિડ નક્કી કરાઈ છે. શહેરીજનો એક તરફ પોલીસ કમિશનરના નિર્ણયને વધાવી રહ્યા છે. જોકે નવા નિયમોનું કડકાઈથી પાલન થાય તે દિશામાં પણ અવાજ ઉઠી રહ્યો છે. નવા નિયમોનું જો સિસ્તબંધ રીતે પાલન થાય તો અકસ્માતનું પ્રમાણ પણ ઘટી શકે છે. તો બીજી તરફ કેટલાક નાગરિકોનું કહેવું છે કે આ નિર્ણયથી ઓટોમોબાઈલ સેક્ટરને પણ ગણું નુકસાન થઈ શકે છે. હેવી વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

Download Our B K News Today App



Related News