અમદાવાદની રથયાત્રામાં પોલીસ પ્રથમ વખત કરવા જઈ રહી છે આ કામ, ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:55:06
  • Views : 289
  • Modified Date : 2022-06-05 11:55:06

 

રથયાત્રાને લઈ પોલીસનું રિહર્સલ

પોલીસનું બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ 

પોલીસનું રથયાત્રાના રૂટ પર ચેકિંગ

 

ભગવાન જગન્નાથની રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રા ને લઈને તૈયારીઓ મંદિરના પ્રાંગણમાં શરુ કરી છે.ભગવાન જગન્નાથ રથયાત્રાની પહેલી જુલાઇએ યોજાવાની છે. બે વર્ષ બાદ કોરોનાની મહામારીમાંથી મુક્ત થયા છે.145મી રથયાત્રાના દર્શન કરવા સૌ કોઈ આતુર બન્યા છે અને ધામધૂમથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે રથથી લઈને મંદિરના રંગ રોગાન, લાઈટ્સ સહિત લગાવવાનું શરુ થઈ ગયું છે. રથયાત્રામાં 2000થી વધુ ખલાસીઓ નાથના રથને ખેંચીને ભગવાનને નગરયાત્રા કરાવવાનું સૌભાગ્ય મળ્યું છે.ત્યારે ખલાસીઓ નાથને નગરચર્યા કરાવવા અત્યારથી આતુર થયા છે. 

 


થયાત્રામાં પોલીસનું બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ

બીજી તરફ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા અમદાવાદમાં પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાનું રિહર્સલ કરવામાં આવ્યું છે.  દર વર્ષ કરતા વર્ષે રથયાત્રાનો અલગ માહોલ છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શને ઉમટી પડશે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વખતે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.. રથયાત્રાના દરેક રૂટ પર પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. જેથી રથયાત્રાની કોઈ પણ ઘટના પર નજર રાખી શકાશે.. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પોલીસની નજરથી ચૂકી જશે પરંતુ કેમેરામાં કેદ થઈ જશે.. વર્ષે બોડી વોર્ન કેમેરા રથયાત્રામાં સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવશે.

 

પુરાવા માટે કેમેરા સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય
કેમેરા લાગવાથી પોલીસના અને પ્રજાના વર્તનમાં નોંધનીય ફેરફાર થશે. પુરાવા માટે સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય છે. ટ્રાફિક માટે તેમજ પોલીસને અન્ય કામગીરીમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા કેમેરા આપી રહ્યા છે. કેમેરાનું સીધું જોડાણ પોલીસ હેડકવાટર્સ હશે જ્યાંથી પોલીસ સાથે પબ્લિકની કામગીરીનું પણ સતત નિરીક્ષણ કરી શકાશે. સિસ્ટમમાં લાઈવ રેકોર્ડીંગની સુવિધા રાખવામાં આવી છે. કેમરાથી ઉતારેલો વીડીયો સૌથી વધુ વિશ્વસનીય પુરાવા તરીકે સાબિત થાય છે. સૌ પ્રથમ દુનિયામાં કેમેરોનો ઉપયોગ યુકે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.તે બાદ 2007માં ઓસ્ટ્રેલીયા અને હવે ભારતમાં પણ અનેક રાજ્યોની પોલીસ બોડી વોર્ન કેમેરાની સુવિધાનો ઉપયોગ કરી રહી છે.

 

ગેરકાયદેસર બાંધકામ પર ચલાવ્યું બુલડોઝર, ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી
કોરોના કાળ બાદ બે વર્ષ બાદ વર્ષે રથયાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે ત્યારે અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. થોડા દિવસ પહેલા સરખેજ-વેજલપુર વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.  જેમાં આરોપી કાળું ગરદનના બે માળના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી ડિમલોશન હાથ ધર્યું. કુખ્યાત કાળુ ગરદન,અઝર કીટલી, નઝીર વોરા જેવા 10 જેટલા કુખ્યાત આરોપીને પાસા કરી  ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. જુહાપુરા વિસ્તારમાં પોલીસની મદદથી અનેક ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું. તો સરખેજમાં ગૌવંશના ગુનામાં 9 જેટલા આરોપી પકડીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. આમ રથયાત્રાના તહેવારમાં અસામાજિક તત્વો શાંતિ ડહોળાવે હેતુથી પોલીસે અગમચેતીના પગલાં રૂપે કાર્યવાહી હાથ ધરી હતી.

 

Download Our B K News Today App



Related News