પોલીસે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે લોકોને સચેત કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-06 13:53:47
  • Views : 263
  • Modified Date : 2022-11-06 13:54:43


ડીસામાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. 20થી વધુ પોલીસની ગાડીઓના કાફલા સાથે પોલીસ અને એસઆરપીના જવાનો ડીસા શહેરના માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે લોકોને સચેત કર્યા હતા.



વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સરકારી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. જે અંતર્ગત આજે ડીસામાં ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 20થી વધુ ગાડીઓના કાફલા સાથે પોલીસ અને એસઆરપીના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફલેગ માર્ચ ડીસા શહેર પોલીસ મથકે શરૂ થઈ શહેરના વિવિધ માર્ગ પર ફરી હતી અને લોકો કાયદા મામલે સચેત કર્યા હતા.

Download Our B K News Today App



Related News