સોનિતપુરમાં મોદીએ કહ્યું- દેશમાં પૂર્વોત્તરથી જ સવાર થાય છે, પરંતુ અહીં વિકાસની સવારની રાહ જોવી પડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 13:09:24
  • Views : 228
  • Modified Date : 2021-02-07 13:09:24

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે. પહેલા તેઓ આસામ પહોંચ્યા છે. સોનિતપુરમાં એક રેલીમાં મોદીએ કહ્યું હતું કે દેશમાં સવારના પૂર્વોત્તરથી થાય છે, પરંતુ પૂર્વના વિકાસની સવાર માટે ઘણી રાહ જોવી પડી. છેલ્લા 16 દિવસમાં તેઓ બીજી વખત આ રાજ્યમાં પહોંચ્યા છે. આ પહેલાં તેમણે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર બંને રાજ્યોની મુલાકાત લીધી હતી.શહીદોની શહાદતની સાક્ષી આ આસામની સોનિતપુરની આ ધરતી, આસામનો ભુતકાળ વારંવાર મને આસામીયા ગૌરવથી ભરી દે છે. હિંસા, વંચિતતા, તણાવ, ભેદભાવ, પક્ષપાત, સંઘર્ષ જેવી વાતોને છોડીને સમગ્ર નોર્થ-ઈસ્ટ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આસામ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

    સાંજે 4:50 વાગે મોદી બંગાળના હલ્દીયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે.મોદી હલ્દીયામાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ દેશને સમર્પિત કરશે.તેઓ ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ ડોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇન વિભાગને પણ દેશના નામે સમર્પિત કરશે.આ પછી, હલ્દીયા રિફાઈનરીના બીજા કેટલિટિક-ઇસોડેવેક્સિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવશે.NH-41 પર રાનીચક, હલ્દીયામાં એક ફોરલેન ROB-કમ-ફ્લાયઓવરનું ઉદ્દઘાટન પણ કરવામાં આવશે.

    હલ્દીયામાં જે LPG ઇમ્પોર્ટ ટર્મિનલ મોદી લોન્ચ કરવા જઇ રહ્યા છે, તેમાં લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ છે. તેની ક્ષમતા દર વર્ષે લગભગ 1 મિલિયન મેટ્રિક ટન છે. આનાથી પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વીય ભારત અને પૂર્વ ભારતની LPGની વધતી માંગને પૂરી કરી શકાશે.ડોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇન વિભાગમાં પણ આશરે 2400 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આને કારણે બંગાળ અને ઝારખંડમાં ઘણા ખાતર પ્લાન્ટોનેગેસ પૂરો પાડી શકાશે.હલ્દીયામાં બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર પર લગભગ 190 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આનાથી કોલાઘાટથી હલ્દીયા ડોક સુધીના ટ્રાફિકને રાહત મળશે.

Download Our B K News Today App



Related News