પાલનપુર રેલેવ સ્ટેશનના પ્લેટફોમ ટીકીટના દરમાં રૂ.20નો ઘટાડો કરાયો છે.અગાઉ પ્લેટફોમ ટીકીટનો દર રૂ.50 કરાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 12:56:58
  • Views : 340
  • Modified Date : 2021-06-30 12:56:58

     પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોમ ટીકીટના દરમાં રૂ. 20 નો ઘટાડો કરવા માં આવ્યો છે કોરોના અગાઉ પ્લેટફોમ ટીકીટ ની કિંમત રૂ.10 હતી જેમાં ચાર ઘણો વધારો કરી ને રૂ.50 કરવામાં આવી હતી જેને લઈ લોકોમાં નારાજગી છવાઈ હતી જે બાદ બે દિવસ અગાઉ પ્લેટફોમ ટીકીટમાં રૂ 20નો ઘટાડો કરીને રૂ.30 કરવામાં આવી છેબનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની એન્ટ્રી થયા બાદ પાલનપુર રેલવે સ્ટેશન પર કોરોના સંક્રમણને રોકવા માટે અને રેલવે સ્ટેશન પર લોકોની બિન જરૂરી અવરજવર રોકવા માટે પ્લેટફોમ ટીકીટમાં દર રૂ.10 હતો તેમાં ચાર ઘણો વધારો કરી ને રૂ.50 કરાયો હતો જોકે પ્લેટફોમ ટીકીટના દર લોકલ ટ્રેનના દર કરતા વધુ હોવાટી  લોકોમાં નારાજગી જોવા મળી હતી  તેમજ કોરોના સંક્રમણની બીજી લહેર હળવી બનતા અને રેલવે સેવા ફરી પાટે ચડતા રેલવે દ્રારા ગત તા 25 જુન ના રોજ પ્લેટફોમ ટીકીટ નો દર રૂ.50 હતો જેમાં રૂ.20 નો ઘટાડો કરીને રૂ.30 કરવામાં આવ્યા છે જોકે પ્લેટફોમ ટીકીટ નો 30 વધુ પડતો હોય રેલવે દ્રારા અગાઉની જેમ પ્લેટફોમ ટીકીટ નો દર રૂ.10 કરવામાં આવે તેવી લોકોમાં માંગ પ્રવર્તવા પામી છે.

Download Our B K News Today App



Related News