પેછડાલ ગામે સરપંચ દ્વારા કરવામાં આવેલ દબાણ બાબતે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 11:39:44
  • Views : 726
  • Modified Date : 2022-05-28 11:39:44

 

ડીસા તાલુકાના પેછડાલ ગામના નવા ચૂટાયેલા સરપંચ તેમજ કેટલાક સભ્યો દ્વારા ગૌચર માં દબાણ ઉભુ કરાયું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી જીલ્લા વિકાસ અધિકારી તપાસના આદેશ આપતાં વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીસા તાલુકામાં આવેલા પેછડાલ ગામના સરપંચ શિવાભાઈ પટેલ પર ગામના કેટલાંક આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોના પરિવાજનોએ સરકારી જગ્યા પર દબાણ આચરવાના આક્ષેપો કર્યા છે. આક્ષેપોમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ દ્વારા તેમના ગામની ગૌચરની જમીન પર દબાણ આચરવામાં આવ્યું છે અને આચરવામાં આવેલા દબાણના રેકર્ડ જે ગ્રામ પંચાયતમાં હતા તેને પણ સગેવગે કરી દેવામાં આવ્યા હોવાના ગ્રામજનો અને પંચાયતના સભ્યોના પરિવાજનો આક્ષેપ કર્યા છે. કથિત ગેરરીતિ અંગે સ્થાનિકોએ ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીથી માંડી જિલ્લા વિકાસ અધિકારી સુધી મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ પેછડાલ સરપંચ પર પંચાયત અધિનિયમ 19-1 નો ભંગ કરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત સ્થાનિક આગેવાનો સરપંચ દ્વારા આચરવામાં આવેલા કથિત દબાણોને દૂર કરવાની માંગ કરી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે પેછડાલ ગામમાં ડીસા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તપાસ માટે પહોંચી ગયા હતા અને સરપંચ વિરુધ્ધ થયેલા આક્ષેપોની તપાસ હાથ ધરી છે. જે બાબતે પેછડાલ ગામના સરપંચ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. જે અંગે સ્થળ તપાસ કરી રીપોર્ટ કરવામાં આવશે તેમ ડીસા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News