દિલ્હી હાઇકોર્ટે અરજદારને 1 લાખનો દંડ ફટકાર્યો; મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પર બ્રેક મારવાનો કોર્ટનો ઈનકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:58:28
  • Views : 349
  • Modified Date : 2021-05-31 13:58:28

     સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સ્થગિત કરવાના મુદ્દે રજૂ કરવામાં આવેલી અરજીને દિલ્હી હાઇકર્ટે રદ કરી હતી. કોર્ટે અરજી દાખલ કરનારી વ્યક્તિને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આની પહેલાં પણ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો, જેમાં અરજીને રદ કરવાની અને આ દાખલ કરનારી વ્યક્તિને દંડ ફટકારવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.

     કેન્દ્રએ કહ્યું હતું કે પ્રોજેક્ટનું કામ રોકવા માટે જનહિત અને દેશહિતનાં ખોટાં બહાનાં કાઢવામાં આવ્યા છે. આ અરજી દાખલ કરવાની કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે. આ પ્રોજેક્ટના કામને સ્થગિત કરવાનો એક પ્રપંચ છે. સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું હતું કે ડીડીએમએ (દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)એ 19 એપ્રિલ 2021ના ​​રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં કર્ફ્યૂ સમયગાળા દરમિયાન એ સ્થળોએ બાંધકામનું કામ ચાલુ રાખી શકાય છે, જ્યાં એ જ સ્થળે મજૂરો રહે છે. 19 એપ્રિલથી અહીં 400 મજૂર કામ કરતા હતા. હાલમાં અહીં 250 મજૂર કામ કરી રહ્યા છે. તેઓ ત્યાં જ રહે છે.

     દેશમાં કોરોના મહામારીની બીજી લહેરના સમયગાળામાં ઓક્સિજન સંકટ ઉત્પન્ન થયું હતું, જેને કારણે સુપ્રીમ કોર્ટે આના પર વધુ માહિતી એકઠી કરી હતી. આના પર 31 મેથી સુનાવણી શરૂ થઇ શકે છે. જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસઆર ભટ્ટની ખંડપીઠ આ કેસમાં સુનાવણી કરશે. કેસની સુનાવણી પહેલાં જસ્ટિસ ચંદ્રચૂડ કોરોના સંક્રમિત થયા હતા, જેને કારણે ગત સમયે સુનાવણીને ટાળવામાં આવી હતી, પરંતુ હવે તેઓ સાજા થઇ ગયા છે.આની સાથે કોરોના મહામારી સાથે જોડાયેલા 3 કેસ અંગે પણ આજે સોમવારના રોજ કોર્ટમાં સુનાવણી થશે. 12માં (CBSE-ICSE)ની પરીક્ષા રદ કરવાની પણ માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી થશે. એની સાથોસાથ કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન સપ્લાઇ અને વેક્સિન સપ્લાઇ સાથે જોડાયેલા કેસમાં પણ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

     દેશમાં કોરોના મહામારીની બીજી લહેરના સમયગાળામાં ઓક્સિજન સંકટ ઉત્પન્ન થયું હતું, જેને કારણે સુપ્રીમ કોર્ટે આના પર વધુ માહિતી એકઠી કરી હતી. આના પર 31 મેથી સુનાવણી શરૂ થઇ શકે છે. જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસઆર ભટ્ટની ખંડપીઠ આ કેસમાં સુનાવણી કરશે. કેસની સુનાવણી પહેલાં જસ્ટિસ ચંદ્રચૂડ કોરોના સંક્રમિત થયા હતા, જેને કારણે ગત સમયે સુનાવણીને ટાળવામાં આવી હતી, પરંતુ હવે તેઓ સાજા થઇ ગયા છે.



Download Our B K News Today App



Related News