ડીસા ના વકવાળા ગામે ગોગા મહારાજના મંદીરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાઇ ગયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:01:36
  • Views : 274
  • Modified Date : 2022-07-20 11:01:36


 મંદિર માંથી દાનપેટી સહિત રોકડ રકમ ની ચોરી કરી નાસી જનાર પરપ્રાંતીય શખ્સ ને ભીલડી પોલીસે મુદામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે . . . .

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લોએ અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હવે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ચોર ટોળકી સક્રિય બની છે. અને એક બાદ એક નાની મોટી અનેક ચોરીઓની ઘટનાઓને આ ટોળકી અંજામ આપી રહી છે ત્યારે બનાસકાંઠા અક્ષયરાજ મકવાણા ચોરીના અનડીટેક્ટ ગુના શોધી કાઢવા સુચના આપી છે જે અંતર્ગત જિલ્લાની તમામ પોલીસ અધિકારીઓ ચોરી ના ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરો ને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત ડીસા- ભીલડી પાસે આવેલ વકવાળા ગામમાં ગોગા મહારાજના મંદીરની દાનપેટી માંથી 4 થી 5 હજાર રોકડ રુપીયાની ચોરી ની ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ કરતા ખાનગી બાતમી મળી હતી કે આ ચોઇ કરનાર આરોપી રાજસ્થાની છે જેથી ભીલડી પોલીસે હકિકત ના આધારે ચોરી કરનાર રાજસ્થાન ના સિરોહી જિલ્લાના આરોપી હીરારામ અચલારામ દેવાસી ને મંદીરની દાનપેટીમાંથી ચોરી કરેલ રોકડ તથા દાનપેટી તોડવાના સાધન સાથે પકડી લઈ તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે....


Download Our B K News Today App



Related News