બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ સામરવાડા ગામના લોકોએ આજે રસ્તાના મુદ્દે ચક્કાજામ કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 12:48:51
  • Views : 499
  • Modified Date : 2021-02-03 12:50:13

        બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ સામરવાડા ગામના લોકોએ આજે રસ્તાના મુદ્દે ચક્કાજામ કર્યું હતું. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ રોડ ન બનતા આખરે કંટાળેલા લોકોએ આજે ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો ધાનેરા પાસે આવેલ સામરવાડા ના ગ્રામજનોએ આજે હાઇવે પર ચક્કાજામ કર્યો હોવાની ઘટના સામે આવી છે , ધાનેરામાં અત્યારે મુખ્ય હાઈ-વે નું કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે મુખ્ય હાઇવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો માટે સામરવાડા ગામ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.  દિવસ દરમિયાન હજારો વાહનો સામરવાડા ના સિંગલ પટ્ટી માર્ગ પરથી પસાર થતા આ માર્ગ  પણ હવે ખરાબ થઈ ગયો છે જે મામલે સ્થાનિક ગ્રામજનોએ હાઇવે ઓથોરિટી અને નાયબ કલેકટરને રજૂઆત કરી હતી.  વારંવાર રજૂઆત કર્યા બાદ પણ આ માર્ગ નથી તો રીપેર કરવામાં આવ્યો કે નથી ડાયવર્ઝન બંધ કરાયું જેથી ખરાબ માર્ગ થી કંટાળેલા લોકો આજે રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. 500 થી પણ વધુ લોકોએ રોડ પર ચક્કાજામ કરતાં જ સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ દોડી આવ્યા હતા જોકે રોડ મામલે વાતચીત કરવા જતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બાદમાં ધારાસભ્ય નથાભાઇ પટેલે ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.ધારાસભ્ય નથાભાઇ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી અણઘડ વહીવટ ના કારણે ગ્રામજનો હેરાન થતા હોવાનું જણાવ્યું છે ત્યારે હવે વધુ એકવાર સ્થાનિક તંત્રને રજૂઆત  લોકોની સમસ્યા હલ થશે કે કેમ તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News