બનાસકાંઠાના રૂપપુરા ગામના લોકો ઝાઝા હાથ રળીયામણા સૂત્રને સાકાર કરી જળસંચય અને જળસંગ્રહ માટે શરુ કર્યુ અભિયાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-06 17:20:59
  • Views : 48
  • Modified Date : 2024-06-06 17:20:59

 બનાસકાંઠાના રૂપપુરા ગામના લોકો ઝાઝા હાથ રળીયામણા સૂત્રને સાકાર કરી રહ્યા છે.દિવસેને દિવસે ઉંડા જતા ભૂર્ગભ જળની ચિંતા લોકોને સતાવી રહી છે.ત્યારે પાલનપુરના રૂપપુરાના ગ્રામજનોએ કોઇના ભરોસે બેસી રહ્યા વગર વિના સહકાર નહીં ઉદ્ધારનું સુત્ર અપનાવ્યું. ગ્રામજનોએ ફાળો ઉઘરાવી અને શ્રમદાન કરીને જળસંચય અને જળસંગ્રહ માટે અભિયાન શરૂ કર્યું છે.રૂપપુરા ગામના ગટરના પાણીને પણ એક તળાવમાં છોડી તેના દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની વ્યવસ્થા કરાઇ છે. વરસાદી પાણી પણ તળાવમાં એકઠું કરવાની વ્યવસ્થા ગ્રામજનોએ જ ઉભી કરી છે.વરસાદી પાણી વેડફાઇ ન જાય અને ભૂગર્ભૂમાં ઉતરે તે માટે તળાવમાં ખાસ 2 રિચાર્જ કુવા પણ બનાવાયા છે.રૂપપુરાના રહીશોએ તેમની આવનારી પેઢીને પાણી અને પ્રયાસ કરતા રહેવાના જૂસ્સાની ભેટ આપી છે.

Download Our B K News Today App



Related News