ભીલડીથી રાનીવાડા રેલ્વે લાઇનની ફાટક ઉપર નાળુ બનાવી દીવાલ બનાવામાં આવતા મોટી ઘરનાલ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:40:53
  • Views : 289
  • Modified Date : 2022-01-12 11:40:53

ડીસા તાલુકાના મોટી ઘરનાલ થી સોતમલા જવાના રસ્તા ઉપર ભીલડીથી સમદડી રાનીવાડા રેલ્વે લાઇન આવેલી છે જેમાં મોટી ઘરનાલ ગામના ખેડૂતો ને પોતાના ખેતરમાં જવા માટે કાચો રસ્તો વર્ષોથી આવેલો હતો પરંતુ રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર ૧૬૬ ઉપર નાળુ બનાવી તેની આજુબાજુમાં દિવાલ બનાવતા મોટી ઘરનાળ ના સ્થાનિક ખેડૂતો ને પોતાના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઇ જવા પામ્યો છે તે અંગે રેલવે વિભાગ તેમજ સ્થાનિક ધારાસભ્ય ને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ડીસા ના નાયબ કલેકટર દ્વારા પણ સ્થળની મુલાકાત દરમિયાન પંચનામું કરી ખેડૂતો નો કાચો રસ્તો હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં રેલવે વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ખેડૂતો ને પકવેલા પાકો તેમજ કોઈ ઇમરજન્સી ઘટના બને તો તાત્કાલિક વાહન વ્યવસ્થા થઈ શકે તેમ નથી નાળા ની બાજુ દીવાલ બનાવી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે રેલવે વિભાગ તેમજ સરકાર દ્વારા મોટી ઘરનાળ ગામના ખેડૂતોનો રસ્તો ચાલુ કરે તેવી માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News