પેટ્રોલ-ડિઝલે પ્રજાનું 'તેલ' કાઢી નાંખ્યું : એક જ મહિનામાં જાણો કેટલા વધ્યા ભાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 13:12:48
  • Views : 320
  • Modified Date : 2021-05-30 13:12:48

    પેટ્રોલ ડીઝલમાં વધાતા ભાવો ને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, એક તરફ કોરોના મહામારીને લીધે આર્થિક મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ ી રહ્યા છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને લઈને લોકો હેરાન-પરેસાન થઈ રહ્યા છે.

     પેટ્રોલ-ડીઝલના સતત ભાવવધારાથી અમદાવાદીઓ ત્રસ્ત થયાં છે. થોડી રાહત બાદ અમદાવાદમાં આજે પેટ્રોલમાં 48 પૈસા જયારે ડીઝલમાં 34 પૈસા વધ્યા છે. આમ શહેરમાં પેટ્રોલનો ભાવ 88 રૂપિયાથી વધીને 90.95 રૂપિયા પ્રતિ લીટર થયો છે જ્યારે ડીઝલનો ભાવ 87 રૂપિયાથી વધીને 91.44 રૂપિયા પ્રતિ લીટર થયો છે.  અગાઉ પણ પેટ્રોલના ભાવમાં 23 પૈસા  જ્યારે ડીઝલમાં 31 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતા  થયો હતો. હવે ફરીથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝિંકાયો છે, જેના કારણે પેટ્રોલ હવે વધીને 90.95 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 91.44 રૂપિયા થયો છે.

     ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે જ્યારે ડીલરો રિટેલ કિંમતો પર ટેક્સ અને પોતાના માર્જિનને કાઢ્યા બાદ પેટ્રોલ વેચે છે. 

     પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે.

 

Download Our B K News Today App



Related News