આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 12:55:53
  • Views : 498
  • Modified Date : 2021-01-25 12:55:53

    વોટર ID કાર્ડ ખોવાય કે ખરાબ થઈ જાય પછી તેને ફરી બનાવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે. હવે ઈલેક્શન કમિશને આ સમસ્યા દૂર કરી દીધી છે. આજથી વોટર IDને ડાઉનલોડ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધી માત્ર એ વોટર્સ પોતાનું વોટર ID ડિજિટલ ફોર્મેટમાં લઈ શકશે, જેમણે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અપ્લાઈ કર્યુ છે. 1 ફેબ્રુઆરીથી તમામ વોટર્સને આ સુવિધા મળવા લાગશે.નેશનલ વોટર્સ ડે પર ઈલેક્શન કમિશને E-EPIC સ્કીમ શરૂ કરી છે. EPIC એટલે કે ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. તેના દ્વારા તમે તમારા વોટર IDને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તેની પ્રિન્ટ પણ લઈ શકાશે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે તેનો પ્રારંભ કર્યો. આ દરમિયાન પાંચ નવા વોટર્સને ઈ-વોટર કાર્ડ આપવામાં આવ્યા.

    આ સુવિધા શરૂ થયા પછી વોટર IDની રાહ જોવી નહીં પડે. વોટર લિસ્ટમાં નામ સામેલ થતા જ તેને ડાઉનલોડ કરી શકાશે. વોટર આ કાર્ડને પ્રિન્ટ કરી શકે છે, તેને લેમિનેટ કરી શકે છે કે તેને અનુકૂળતા પ્રમાણે ડિજિટલી સ્ટોર કરી શકે છે.E-EPIC નવા વોટર્સને જારી કરાતા પ્લાસ્ટિક વોટર કાર્ડથી અલગ હશે. તેને ડિજિલોકરમાં પણ અપલોડ કરી શકાય છે.E-EPIC ડાઉનલોડ કરતા પહેલા KYC કરાવવું પડશે. આ સુવિધા મળ્યા પછી વોટરને એડ્રેસ ચેન્જ થાય ત્યારે વારંવાર નવું કાર્ડ બનાવવાની જરૂર નહીં પડે. આ માટે સિંગલ ઈ-એપિક પુરતું હશે. QR કોડમાં બદલાયેલા સરનામા સાથે તેને નવેસરથી ડાઉનલોડ કરી શકાય છે.જે વોટર્સનું વોટર ID કાર્ડ ખોવાઈ ગયું છે કે ખરાબ થઈ ગયું છે, તેઓ ફ્રીમાં ડુપ્લીકેટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અત્યારે આ માટે 25 રૂપિયા આપવાના હોય છે.આ કદમથી વન નેશન-વન ઈલેક્શન કાર્ડની યોજના પર આગળ વધી શકાશે.

    સૌપ્રથમ તમારે e-EPIC ડાઉનલોડ કરવા માટે વોટર પોર્ટલ, વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ કે નેશનલ વોટર સર્વિસ પોર્ટલની સાઈટ પર જવાનું રહેશે.વોટર પોર્ટલની વેબસાઈટ http://voterportal.eci.gov.in/ અને NVSP ની સાઈટ https://nvsp.in/ છે. આ ઉપરાંત તમે ગૂગલ પ્લેમાંથી વોટર મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.જો e-EPIC ડાઉનલોડ કરવા માગો છો, પરંતુ E-EPIC નંબર ખોવાયો છે તો તમે ઈલેક્ટોરલ ફોર્મને http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in/ પર સર્ચ કરો. અહીંથી તમે તમારો e-EPIC નંબર મેળવી શકો છો.

1. e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ કે વોટર હેલ્પલાઈન એપ જવાનું રહેશે.
2. વોટર પોર્ટલ પર ખુદને રજિસ્ટર કે લોગિન કરો.
3. તેના પછી મેન્યુ પર જઈને ડાઉનલોડ e-EPIC પર ક્લિક કરો.
4. EPIC નંબર કે ફોર્મ રેફરન્સ નંબર નાખો.
5. OTPથી નંબર વેરિફાઈ કરો.
6. ડાઉનલોડ EPIC પર ક્લિક કરો.
7. જો મોબાઈલ નંબર કાર્ડ પર બીજો છે તો KYCની પ્રોસેસ પૂરી કરો.
8. તેમાં ફેસ લાઈવનેસ વેરિફિકેશન પણ કરી શકો છો.
9. KYCની મદદથી નવો નંબર અપડેટ કરીને e-EPIC ડાઉનલોડ કરી શકાશે.

    ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસે 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે ઊજવવામાં આવે છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઈલેક્શન કમિશનના વેબ રેડિયો, હેલો વોટર્સની શરૂઆત કરશે.

Download Our B K News Today App



Related News