ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ગુટખાનું વેચાણ કરતા પાર્લર પર તપાસ હાથ ધરી દંડ વસૂલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:40:46
  • Views : 396
  • Modified Date : 2021-10-22 11:40:46

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાળાઓની બાજુમાં તેમજ કોઈપણ પ્રકારના ગુટકા વેચવા માટેના બોર્ડ ન લગાવતા દુકાનદારો મામલે ફરિયાદો ઉઠવા પામી હતી ખાસ કરીને ડીસા શહેરમાં આવેલી મોટાભાગની શાળાઓ ની બાજુમાં અનેક પાર્લરો આવેલા છે ચા ગુટકા વેચવાની પરમિશન ન હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દુકાનદારો પૈસા કમાવાની લ્હાયમાં ગુટખાનું ધૂમ વેચાણ કરી રહ્યા છે આ બાબતની ફરિયાદોના આધારે આજે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગના ડો.જીગ્નેશ હરિયાણીની સૂચના અનુસાર આરોગ્ય વિભાગના હિતેશ પંડ્યા, ચેતન ઠાકોર તેમજ અરવિંદ પુનડિયા બે ટીમો બનાવી ડીસા શહેરમાં તમામ ઘટનાઓનું વેચાણ કરતા પાલર પર તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં મોટા ભાગના પાર્લર ગુટકા વેચવા માટેના કોઈપણ બોર્ડ લગાવવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ વસૂલવામાં આવ્યો હતો જેમાં ડીસા શહેરની મોટાભાગની શાળાઓ ની બાજુમાં પણ આવેલી દુકાનો પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી પણ છુટકારો મળી આવી હતી જેમને પણ આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો આમ આજે આરોગ્ય વિભાગ દ્વારા ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવતા ૬૦૦૦થી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News