કોવિશીલ્ડનાં 2 ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો અંતર રાખવાની ભલામણ; સંક્રમણથી સાજા થયેલા લોકોએ 6 મહિના પછી વેક્સિન લેવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 12:59:29
  • Views : 438
  • Modified Date : 2021-05-13 12:59:29

     વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપવા વાળી પેનલને કોરોના વેક્સિન કોવિશીલ્ડનાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની રજૂઆત કરી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈજેશન (NTAGI)એ ભલામણ કરી હતી કે કોવિશીલ્ડનાં બે ડોઝ વચ્ચેનાં સમયગાળાને 12 થી 16 સપ્તાહ સુધી વધારી દેવામાં આવે. અત્યારે આ વેક્સિનનાં ડોઝ વચ્ચે 6 થી 8 સપ્તાહ સુધીનું અંતર રાખવામાં આવ્યું છે. પેનલે કહ્યું હતું કે કોવેક્સિન અંગે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.પેનલે જણાવ્યું હતું કે જે લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, એમને 6 મહિના સુધી વેક્સિન ના લગાવવી જોઈએ. આની સાથે આ પેનલે ગર્ભવતી મહિલાઓેને વેક્સિન અંગે પસંદગી કરવાની વાત કરી હતી. વળીં, સ્તનપાન કરાવી રહેલી મહિલાઓ પણ વેક્સિનનો ડોઝ લઈ શકે છે. જોકે, સરકારની મંજૂરી મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

    આની પહેલા પણ કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનનાં બીજા ડોઝનો સમયગાળો એક થી બે સપ્તાહ સુધી વધારી દીધો હતો. શરૂઆતમાં કોવિશીલ્ડનાં બંને ડોઝ વચ્ચે 4 થી 6 સપ્તાહ સુધીનું એટલે કે 28 થી 42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યારપછી આને વધારીને 42 થી 56 દિવસ સુધી કરાઈ દેવાયું હતું. આ નવો નિયમ માત્ર કોવિશીલ્ડ વેક્સિન પર લાદવામાં આવ્યો છે.

    UKનાં આરોગ્ય નિયમનકાર MHRAએ કોવિશીલ્ડને અપ્રૂવલ આપતા કહ્યું હતું કે જો 2 ડોઝ વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખીશું તો વેક્સિનની અસરકારકતા 80 ટકા સુધી વધી જશે. આ કારણોસર નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે વેક્સિનનાં 2 ડોઝ વચ્ચે 12 સપ્તાહનો સમયગાળઓ રાખવામાં આવે, જેથી વધુથી વધુ લોકો વેક્સિનેશનમાં ભાગ લઈ શકે.કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલા ગુરૂવારનાં રોજ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકની કોવેક્સિનને 2 થી 18 વર્ષનાં બાળકો પર ટ્રાયલ શરૂ કરવાની અનુમતિ આપી હતી. આની પહેલા સબજેક્ટ એક્સપર્ટ કમિટીએ (SEC) વેક્સિનનાં ટ્રાયલની ભલામણ કરી હતી.

    પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભારત બાયોટેક આ ટ્રાયલ 525 સ્વયંસેવકો પર કરશે. આ 2 થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર કરવામાં આવી રહેલા કોવેક્સિન ટ્રાયલનો બીજો અને ત્રીજો ફેઝ હશે. ટ્રાયલ દરમિયાન પહેલી અને બીજી વેક્સિનનો ડોઝ 28 દિવસોનાં અંતરમાં અપાશે.




Download Our B K News Today App



Related News