થરામાં રૂપિયા 1.16 કરોડના ખર્ચે તૈયાર થયેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કૃતિ ગૃહનું પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:48:59
  • Views : 350
  • Modified Date : 2021-06-19 12:48:59

     સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરપાલિકા દ્વારા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલ નગર પાલિકા રોડ ઉપર ઝાઝાવડા વાળીનાથ મંદિર પાસે "પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સંસ્કૃતિક ગૃહ"નું રીબીન કાપી શાસ્ત્રી રાઘવેન્દ્ર કાંતિભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી લોકાર્પણ આજરોજ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.સાંસ્કૃતિક હોલ ખુલ્લા મુકાયા બાદ દીપ પ્રાગટય કરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ સારો વિચાર મૂકી લોક ઉપયોગી વિચાર મૂક્યો છે..જેના કારણે થરા નગરજનોને લગ્ન પ્રસંગ તેમજ સામાજિક પ્રસંગે આ હોલ કામ લાગશે..

Download Our B K News Today App



Related News