બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી વધુ એક રેમડેશીવર ઇન્જેક્શન કૌભાંડમાં પોલીસે કરી 2ની અટકાયત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 13:00:10
  • Views : 210
  • Modified Date : 2021-05-12 13:00:10

     હાલ દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રામબાણ સાબિત થઈ રહેલા રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે માંગ વધી છે જોકે સમગ્ર રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત હોવાથી અનેક લોકો તેનું કાળાબજાર કરીને દર્દીઓની લાચારીનો લાભ ઉઠાવીને આ ઇન્જેકસન હજારો રૂપિયાઓમાં વેચીને તગડો નફો લઈ રહ્યા છે ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસને બાતમી મળી હતી કે પાલનપુર તાલુકાના યુવક -યુવતી 18 હજાર રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યા છે ત્યારે પોલીસે  આરોપી યુવક -યુવતીને ઝડપી પાડવા છટકું ગોઠવી નકલી ડમી ગ્રાહક મોકલીને 18 હજાર રૂપિયામાં ઇન્જેકસ વેચવા આવેલા યુવક -યુવતીને પાલનપુરના આબુ હાઇવે ઉપર આવેલી ખાનગી હરિ કોવિડ હોસ્પિટલના નીચેથી 5 રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.

     જોકે રેમડેસીવીર ઇન્જેક્શન સાથે ઝડપાયેલો યુવક હર્ષદ પરમાર ખાનગી કોવિડ હોસ્પિટલમાં પ્યુન તરીકે અને ઝડપાયેલી યુવતી દીપિકા ચૌહાણ હરિ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે જેથી આ રેકેટમાં અનેક લોકો સામેલ હોઈ તેવું પોલીસને લાગી રહ્યું હોવાથી પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓ સામે ઇપીકો કલમ 408,420,120 (બી) તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 7 (1)એ (2) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 53 તથા ઔષદ અને પ્રસાધનો સામગ્રી અધિનિયમ કલમ 27 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

     બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોનાવાયરસ ના કેસ વચ્ચે અનેક કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે.જેના કારણે દર્દીઓને હાલમાં કોરોના સારવાર માટે રેમડેશીવર અને ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે. જેના કારણે કોરોના દર્દીઓ નો લાભ ઉઠાવી ઇન્જેક્શન નું કાળા બજાર કરતા લોકો મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દસ દિવસ અગાઉ છે ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે પોલીસે રેમડેશીવર ઇન્જેક્શન વેચવા આવેલા 8 લોકોની અટકાયત કરી હતી. 

     જેમાં ડીસા તાલુકા પોલીસે આઠ બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ડીસા કોર્ટે ચાર લોકોને જમીન પર ફોટા કર્યા હતા જ્યારે અન્ય ચાર લોકોની તપાસ કરતા વધુ એક ડોક્ટર આ ઇંજેક્શન કૌભાંડમાં સામેલ હોવાથી તેની પણ અમદાવાદથી અટકાયત કરી હતી આમ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક હવે રેમડેશીવર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાઈ રહ્યા છે ત્યારે ખરેખર આવા સમયે કાળા બજાર કરતા લોકો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં જરૂરિયાતમંદ લોકોને સમયસર ઓક્સિજન અને ઇન્જેક્શન મળી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News