25 ફૂટ દૂર સૂતો હતો એટલે બચી ગયો, કંઇ સમજાય એ પહેલાં જ ડમ્પરે કચ્ચરઘાણ બોલાવી દીધો', કિમમાં અક્સ્માતથી બચી ગયેલાની દર્દભરી જુબાની.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 11:34:21
  • Views : 381
  • Modified Date : 2021-01-19 11:34:21

    સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જીને 15 લોકોનો ભોગ લીધો છે. જેમાં 5 જેટલા ઈજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે થોડે દૂર સૂતેલા શ્રમિકોનો આબાદ બચાવ થયો છે. આ બચી ગયેલાઓએ દર્દનાક અકસ્માતથી દર્દભરી જુબાની વર્ણવી છે. અકસ્માતમાં બચી ગયેલા રાજુ મહિડાએ કહ્યું હતું કે, કંઇ સમજાય એ પહેલાં જ ડમ્પરે આવી અને કચ્ચરઘાણ બોલાવી દીધો. હું 25 ફૂટ દૂર સૂતો હતો અટલે બચી ગયો.


    રાજુ દેવકા મહિડા(અકસ્માતમાં બચી જનાર યુવક)એ જણાવ્યું હતું કે, વતન રાજસ્થાનમાં મજૂરી ઓછી હોવાથી માતા-પિતાને વતનમાં મૂકીને બે ભાઈ તેની પત્ની સાથે કિમ નજીક છેલ્લા ચાર વર્ષથી મજૂરી કામ કરે છે. દિવસે મજૂરી કામ કરે અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જતા હતા. રોજના 300થી સાડા ત્રણસોની મજૂરી મળતી હતી. પરિવારના સભ્યો કડીયાકામ તોડફોડ સહિતના કામો કરતા હતા અને રાત્રે જીવના જોખમે ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા હતારાજુએ વધુમાં જણાવ્યું હતું કે, તે પોતાની પત્ની પુરી સાથે ભાઈ ભાભીથી 25 ફૂટ દૂર સૂતો હતો. રાત્રે કંઇ સમજાય એ પહેલાં જ ટ્રક આવી અને કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. લોકો સૂતા હતા તેના પર ચડી ગઈ અને ત્યારબાદ દુકાનો ઉપર ફરી વળી હતી. જેમાભાઈ ભાભીને પણ ઈજા પહોંચી છે.

    રાજુએ વધુમાં જણાવ્યું હતું કે રોજ સવારે આઠ વાગ્યે કામ પર નીકળી જતા ટિફિન લઈને જાય અને સાંજે 6 વાગ્યા આસપાસ પરત ફરતા હતા. ગત રાત્રે 9.30 વાગ્યે સૂઈ ગયા હતા. જોકે, રાત્રે કાળમુખી ટ્રક સાથી મજૂરી કરતા કામદારોને જીવ લઈ લેશે તેવું સપનેય વિચાર્યું ન હતું.


    રાજુ દેવકા મહિડા મૂળ રાજસ્થાનના બાસવાડાના દેવકા ગામનો વતની છે પોતાના ભાઈ અને ભાભી થી 25 ફૂટ દૂર સૂતો હતો. રાજુના ભાઈ કમલેશ અને ભાભી પિંકાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. વતનમાં 10 વીઘા જમીન રાજુ મહિડાના પરિવારને વતનમાં 10 વીઘા જમીન છે. જેમાં કપાસ મગફળી ઘઉં સહિતના પાક લેવામાં આવે છે માતા-પિતા ખેતીવાડી સંભાળે છે.

    

Download Our B K News Today App



Related News