વધુ 13ના નામે લોન લીધાનું ખૂલ્યું, સ્વરાજ ટ્રેક્ટર એજન્સીના મેનેજરે 2 બેંક કર્મચારી સાથે મળી 30 લાખની ઉચાપત કરી, એજન્સીના માલિકે ફરિયાદ નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 12:30:43
  • Views : 785
  • Modified Date : 2020-09-15 12:30:43

  પાટડીના ચિકાસર ગામના ખેડૂત પાસે સાઇકલ પણ ન હોવા છતાં બેંકના અધિકારીઓ ટ્રેક્ટરની લોનનો હપ્તો વસુલવા ગયાના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ પાટડી ટ્રેક્ટર કૌભાંડમાં વધુ 13 ગરીબ લોકોના નામે ટ્રેક્ટર લીધાનો પર્દાફાશ થયો હતો. પાટડી સ્વરાજ ટ્રેક્ટર અેજન્સીના માલિકે પોતાના મેનેજર સામેં બેંક સાથે મળીને રૂ. 30 લાખની ઉચાપત કર્યાની ફરીયાદ દાખલ કરાવાઇ છે. જ્યારે આ કેસના કૌભાંડનો રેલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો.

કંપનીના માલિકે તાત્કાલિક તાળા માર્યાં
સુરેન્દ્રનગરના કશ્યપ મહેતાએ કલેક્ટર કચેરીમાંથી આવ્યો હોવાનું કહી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયના બહાને ચિકાસરના અકબરભાઇ અલીનું સુરેન્દ્રનગરની એ.યુ. બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી બહાર જ 50થી 60 જેટલા ફોર્મમાં સહી કરી રૂ. 4.60 લાખ પાસ કરી નાણા ચાંઉ કરી ગયા હતા. જેના બેંક અધિકારીઓ હપ્તો વસૂલવા જતાં ખાતેદાર પાસે ટ્રેક્ટર તો શું સાઇકલ પણ ન હોવાનું જાણવા મળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જેને પગલે પાટડી બજાણા રોડ પર અમી ટ્રેક્ટર્સની સ્વરાજ કંપનીના ટ્રેક્ટરની એજન્સી ધરાવતા મુંબઇ ઘાટકોપર ખાતે રહેતા કલાપીભાઇ અરવિંદભાઇ શાહે એજન્સીને તાકીદે તાળા મારી આ જ કંપનીમાં મેનેજર કશ્યપ ઘનશ્યામભાઇ મહેતા, સુરેન્દ્રનગર એ.યુ.બેંકના હિતેશભાઇ દવે અને સુરેન્દ્રનગર એક્સીસ બેંકના અનંતભાઇ સામે 13 જેટલા ગરીબ લોકોના નામે રૂ. 30 લાખની લોન કરાવી ઉચાપત કર્યાની પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.એન.ચૌધરી તપાસ ચલાવી રહ્યાં છે.

બે ખેડૂતોએ જમા કરાવેલા ટ્રેક્ટરો પણ બારોબાર વેચી દીધા
પાટડી અમી ટ્રેક્ટર્સના મેનેજર કશ્યપ ઘનશ્યામભાઇ મહેતાએ અેમની કંપનીમાં અલ્લારખાભાઇ ખામીશાભાઇ ખલીફા અને ગણપતભાઇ નાનુભાઇ ઠાકોરે પોતાના ટ્રેક્ટર અેજન્સીમાં જમા કરાવ્યા હતા અે પણ કશ્યપ મહેતાએ ખેરવા ગામમાં બીજા કોઇને બારોબાર પધારાઇ દીધાનો પણ ઉલ્લેખ કરાયો છે.

કૌભાંડનો રેલો CBI સુધી પહોંચ્યો
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જસ્મીન રોજીયાનો સંપર્ક કરાતા અેમણે જણાવ્યું કે, આ કેસ માટે મુંબઇના કલાપીભાઇ શાહ સહિતના લોકો ટ્રેક્ટરના નામે મોટું કૌભાંડ થયાની વિગતો લઇને મારી પાસે આવ્યા હતા. પણ આ વિગત પાટડી તાલુકાની હોઇ અેમને પાટડી પોલિસ મથકે મોકલ્યા હતા.

ભોગ બનેલા ખેડૂતો
1) ઓડુચા ભરતભાઇ શ્યામજીભાઇ
2) ચૌહાણ ગણેશભાઇ તળશીભાઇ
3) સડલીયા પ્રહલાદભાઇ પોપટભાઇ
4) અલી અકબરભાઇ બાબુભાઇ
5) મુલાડીયા ઠાકરશીભાઇ જેસીંગભાઇ
6) દેગામા રહેશભાઇ બાજુભાઇ
7) અશ્વિનભાઇ મુળજીભાઇ કાળીયા
8) દિનેશભાઇ અજુભાઇ પુરબીયા
9) ધુડાભાઇ મોતીભાઇ સોલંકી
10) ચંદુભાઇ લધુભાઇ ચાંચાણી
11) કાંકરેચા બળદેવભાઇ અમરશીભાઇ
12) કાંતિભાઇ અંબારામભાઇ
13) સોલંકી અમરશીભાઇ ડાહ્યાભાઇ

Download Our B K News Today App



Related News