ડીસાના જોરાવર ટ્રેડર્સના માલિકે તેમની પર ડિઝાઇન અને ટ્રેડમાર્ક કોપી કરવાના લગાવવામાં આવેલા આરોપોને બેબુનિયાદ ઠેરવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 11:56:27
  • Views : 254
  • Modified Date : 2022-06-16 11:56:27


ડીસાના રિસાલા બજાર વિસ્તારમાં આવેલી જોરાવર ટ્રેડર્સ નામની પેઢીમાં નકલી બ્રાન્ડની માચીસનું વેચાણ થતું હોવાની ફરિયાદને પગલે ડીસા પોલીસ તપાસ માટે પહોંચી હતી.. જોરાવર ટ્રેડર્સના માલિક પર મુકેશ અગ્રવાલ નામના શખ્સે પોતાની બ્રાન્ડની માચીસની ભળતી ડિઝાઇનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્ક એક્ટના ભંગના આરોપ લગાવ્યા હતા.. આ આરોપ બાદ જોરાવર ટ્રેડર્સના માલિક અમિત મોદીનો સંપર્ક કરવામાં આવતા અમિત મોદીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે અને તેની પર ડિઝાઇનની  કોપી કરવાના લગાવવામાં આવેલા આરોપોને બેબુનિયાદ ઠેરવ્યા હતા.. સાથે સાથે અમિત મોદીએ ચેલેન્જ કરી છે કે તે જે માચીસનું વેચાણ કરે છે તેની ડિઝાઇન પોતાની છે અને તેના પોતે જ ટ્રેડમાર્ક લીધેલા હોવાના પુરાવા રજૂ કર્યા હતા.. અને આ માત્રને માત્ર જોરાવર ટ્રેડર્સની છબી ખરડવા માટેનો પ્રયાસ છે.. અને તેમની પાસે આ ડિઝાઇન પોતાની હોવાના સંપૂર્ણ પુરાવા હોવાનો દાવો કર્યો છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં રજૂ કરવાની વાત કરી હતી.. 

Download Our B K News Today App



Related News