પાલનપુરમાં કોરોના કાળમાં સરેરાશ જરુરીયાત કરતા લોહી જરુરીયાત વધતાં બ્લડ કેમ્પોની કામગીરીએ રાહત અપાવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:08:28
  • Views : 219
  • Modified Date : 2021-07-06 12:08:28

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓ નથી. જેથી ઓકિસજનની માંગ ઘટી ગઇ છે. પરંતુ પ્રસૂતિ, અકસ્માત કે અન્ય બિમારીઓના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને લોહીની જરૂર પડતી હોઇ કોરોના કાળ પછી લોહીની બોટલની જરૂરીયાત વધી જવા પામી છે. વર્તમાન સમયે શહેરમાં લોહી ઉપલબ્ધ કરાવતી 5 બ્લડ બેંકોમાંથી એક માસમાં લોહીની બોટલો દર્દીઓને આપવામાં આવી રહી છે તેમાં વધારો નોંધાયો છે..પાલનપુર શહેરમાં કોરોના કાળ દરમિયાન મોટાભાગની કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ હતી..કોરોનાના પહેલા વેવમાં પ્લાજમાની જરૂર વધારે રહી હતી.

     ત્યારે સમગ્ર બાબતને લઈને બ્લડબેંકના સંચાલક ખુમાનસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી વખતે બલ્ડની માંગમાં વધારો થયો છે કોરોનામાં લોકો બલ્ડ આપવા ડરતા હતા અને જે લોકોએ વેકસીન લીધી હતી તે લોકો ૧૫ દિવસ સુધી બલ્ડ આપી શકતા નહોતા પરંતુ બલ્ડ કેમ્પના આયોજકો દ્રારા કોરોના કાળમાં બલ્ડબેન્કોને મોટી મદદ કરી છે..પહેલા રોજની ૭૦૦ બોટલની માંગ હતી તે વધીને ૮૫૦ જેટલી થવા પામી છે તેમાં પણ દર મહિને થેલેમેસીયાના બાળકોને પચાસથી સાઈઠ બોટલો આપવી પડે છે અને તે બોટલ રિપ્લસમેન્ટ વગર આપવામાં આવતી હોય છે. આમ કોરોના કાળ પછી પાલનપુર શહેરમાં લોહીની જરુરીયાતમાં વધારો નોધાયો છે.

Download Our B K News Today App



Related News