'હિન્દી દિવસ' ના એક માત્ર મહિલા કે જેમણે હિન્દીમાં નેટની પરીક્ષા પાસ કરી.

  • Published By :
  • Published Date : 2022-09-14 12:18:09
  • Views : 273
  • Modified Date : 2022-09-14 12:18:09

14 સપ્ટેબર એટલે હિન્દી ભાષા દિવસ આજથી 73 વર્ષ પેહલા આ દિવસે હિન્દી ભાષાને સત્તાવાર રીતે માન્યાત આપવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષો બાદ આજે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ આમ છતાં પણ આજે કેટલાય લોકો પોતાની રાષ્ટ્ર ભાષાને જ મહત્વ આપે છે.આવા જ એક સુરતની મહિલા જેમણ તેમના વીર નર્મદ યુનિવર્સીટીના ગ્રેજ્યુએશન દરમિયાન પણ હિન્દી વિષયને મુખ્ય વિષય રાખ્યો હતો. અને તે પેહલી મહિલા જે જેમને NETની પરીક્ષા પણ હિન્દીમાં જ પાસ કરી હતી. સુરતની સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં તે એક જ મહિલા જેમણે હિન્દીમાં આ પરીક્ષા આપી હતી. અને હાલ તે પોતાની પીએચડી માટે કિન્નર સમાજ પર અભ્યાસ કરી રહ્યા છે.આ મહિલા છે ઉષા પરમાર જે હાલ એમ.ટી.બી કોલેજના પ્રોફેસર તરીકે કાર્યરત છે.તેઓનું માનવું છે કે આજના સમયે લોકો અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપે છે. અને લોકોનું માનવું છે કે અંગ્રેજી ભાષા શીખ્યે તો જ આગળ કંઈક કરી શકાય પરંતુ લોકોની આ માન્યતાને ખોટી પાડવા તેમને હિન્દી વિષયનો અભ્સાય કર્યો. અને હાલ તેઓ હિન્દી પ્રોફેસર તરીકે કાર્યરત છે. પરંતુ તેમણે આ મુકામ પ્રાપ્ત કરવા માટે પણ ઘણો સંઘર્ષ કર્યો છે.શહેરના સ્લમ વિસ્તાર જ્યાં ભણતરને કોઈ મહત્વ આપવામાં આવતું ન હતું. જ્યાં દરેક વ્યક્તિ મજૂરી કરી પોતાના જીવનનો નિર્વાહ કરે. પરંતુ ઉષાએ આ જીવન સ્વીકાર્ય ન હતું. છ ભાઈ બહેન હોવાથી માતા- પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે એટલા સશક્ત ન હતા.ત્યારે આ પરિસ્થિતિ પણ ઉષા હાર ન માનીને મીલના ખાતામાં જઈ ત્યાંથી કચરાના વેસ્ટમાંથી કાપડ શોધી સુરતના શનિવાર અને રવિવવારે બજારમાં વેચી અને આવા નાના મોટા અનેક કામો કરી જાતે પોતાનો ભણતરનો ખર્ચ ઉઠાવી પોતાની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ એક શાળામાં પાર્ટ ટાઈમ જોબ કરી પોતાનું આગળનું ભણતર પૂરું કર્યું હતું.અને આમ આજે તેને હિન્દી ભાષામાં NET પરીક્ષા પાસ કરી પ્રોફેસરની નોકરી મેળવી. અને ત્યાબાદ પણ હાલ તે પીએડીની તૈયરી કરી પોતાના જીવનમાં આગળ વધી રહી છે.આ પરથી એમ ચોક્કસ કહી શકાય કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિ વ્યક્તિને આગળ વધતા રોકી શકતી નથી.અને જ્ઞાન કોઈપણ ભાષામાં હોય પરંતુ તેના પર પ્રુભત્વ હોવું જરૂરી છે.આમ તેમને હિન્દી ભાષાને મહત્વ આપીને પોતાના સપના પૂર્ણ કર્યા છે. આમ આપણે આપણી રાષ્ટ્ર ભાષાને પણ મહત્વ સમજવું જરૂરી છે. કારણકે આપણું ભાષા પત્યેનું મહત્વ જ ભાષાને એક નવી ઓળખ આપી શકે છે.

Download Our B K News Today App



Related News