ડીસાના વોર્ડ નંબર 10 માં ચાલી રહેલા વિકાસના કામોનું પાલિકા પ્રમુખ દ્વારા તપાસ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-21 11:23:16
  • Views : 397
  • Modified Date : 2022-06-21 11:23:16

 

ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં ચાલી રહેલા વિકાસના કામોનું પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ખાસ કોન્ટ્રાક્ટર દ્વારા રોડો કેવા પ્રકારનું કામ કરવામાં આવી રહી છે તેની પાલિકા પ્રમુખ દ્વારા તપાસ કરાઇ હતી.

 

દરેક શહેરની ઓળખ તેના વિસ્તારમાં થયેલા વિકાસના કામોને લઈ કરવામાં આવે છે ત્યારે ડીસા નગરપાલિકામાં જ્યારથી પાલિકાનું શાસન આવ્યું છે ત્યારથી ડીસા શહેરના મોટાભાગના વિસ્તારોમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે વિસ્તારમાં વર્ષોથી સ્થાનિક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરતા હતા તેને ધ્યાને લઇ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આવા તમામ વિસ્તારોમાં હાલ રોડ પાણી ગટર અને લાઇટની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે વર્ષો બાદ સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે હાલમાં ડીસા નગરપાલિકા માં આવેલ વોર્ડ નંબર 10 માં ડીસા નગરપાલિકા દ્વારા રોડ ગટરો અને લાઈટ નું કામકાજ ચાલી રહ્યું છે વર્ષોથી વોર્ડ નંબર 10ના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખરાબ રસ્તા હતા જેના કારણે સ્થાનિક લોકોએ પોતાનું વાહન લઈને પણ પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર કિરણબેન વાઘેલા અને અમિતભાઈ રાજકોટ દ્વારા વોર્ડ નંબર 10 મા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક લોકોની માંગણીને લઇ ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને જાણ કરવામાં આવી હતી જે બાદ તાત્કાલિક ધોરણે કોર્પોરેટરોની રજૂઆતના પગલે પાલિકા પ્રમુખ દ્વારા નગરપાલિકાની ટીમ લગાવી રેલવે સ્ટેશન વિસ્તારના તમામ રસ્તાઓનું કામકાજ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને કેવા પ્રકારનું કોન્ટ્રાકટરો દ્વારા કામ કરવામાં આવેલ છે તે અંગે સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News