‘જેને ઉછેરીને મોટો કર્યો તે કહે છે તું મારો બાપ નથી’, દંપતી પોલીસ સ્ટેશન પહોંચ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 12:45:11
  • Views : 244
  • Modified Date : 2021-03-13 12:45:11

     પુત્રના ત્રાસથી કંટાળેલુ દંપતી શુક્રવારે મહેસાણા શહેર એ ડિવિજન પોલીસ મથકે પહોંચી પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપતાં રડી પડ્યું હતું. દંપતીએ પુત્રની ધરપકડ બાદ જામીન ન આપી જેલમાં મોકલવાનું કહેતાં પોલીસ પણ વિચારમાં મૂકાઇ હતી.

    મહેસાણાના કસ્બામાં રહેતા જાકીર નેમતખાન પઠાણ અને તેમનાં પત્ની મેરાજબાનુ શુક્રવારે બપોરે એ ડિવિજન પોલીસ સ્ટેશન પહોંચી પુત્ર અસહ્ય ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરતાં પોલીસ ચોંકી ઊઠી હતી. દંપતીએ હાજર પીએસઓ જીવણજી ઠાકોર સમક્ષ પુત્ર મોડી રાત્રે એક વાગ્યે ઘરે આવે છે અને બીજા દિવસે બપોર સુધી સૂઇ રહે છે, તેને ઉઠાડીએ તો મારવા આવે છે. કંઇ કમાતો નથી અને બેઠાં બેઠાં જમતો હોવા છતાં પિતાને કહે છે કે, તું મારો બાપ નથી તેવી ફરિયાદ કરતાં રડી પડ્યા હતા.જાકીર પઠાણે કહ્યું કે, છોકરા મોટા થાય તે પછી બાપ નિવૃત થઇ જાય છે, પરંતુ અહીં મારે રિક્ષા ચલાવીને પુત્રનું પૂરું કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આમ છતાં તે માર મારવા આવે છે. દંપતીએ આપેલી અરજીને આધારે તપાસ કરનાર એએસઆઇ કિરીટભાઇએ કહ્યું કે, આ અગાઉ પણ ફરિયાદને આધારે યુવાનની ધરપકડ કરી 151 કરી પાકા જામીન લીધા હતા.

Download Our B K News Today App



Related News