ડીસા હવાઈ પીલ્લર ખાતે 2 દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી મળેલ વૃદ્ધાની સારવાર અત્યારે પાલનપુર સિવિલ ખાતે ચાલી રહયી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:10:03
  • Views : 310
  • Modified Date : 2021-06-19 12:10:03

     ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં વૃદ્ધાને 3 દિવસ અગાઉ રિક્ષામાં આવેલા કોઈ પરિવારના લોકો ફેંકીને જતા રહ્યા હતા. જે બાદ પાલનપુર સિવિલના જુના બિલ્ડિંગમાં પ્રથમ માળે બી 46 વોર્ડમાં છેલ્લા બેડમાં તેમની સારવાર ચાલી રહી છે. વૃદ્ધાની સારવાર કરવા આવેલી નર્સે જણાવ્યું કે તેમના શરીરમાં માત્ર 4 ટકા લોહી છે એટલે હાલ લોહીની બોટેલ ચઢાવી છે. હાથ એકદમ પાતળો છે..નસ બહુ જ સંકોચાઈ ગઈ છે.4 થી 5 જગ્યાએ પંક્ચર કરવા પડ્યા હતા ત્યારે વૃદ્ધાની સાથે વાત કરવાની કોશિષ કરતા તેમણે ગુજરાતીમાં જ પોતાનું નામ કમળાબેન બબાભાઈ સોલંકી જણાવ્યું, જ્યારે પરિવાર અને ગામના સરનામાં બાબતે પૂછતાં તેઓ જણાવી શક્યા નહોતા અને ગામનું નામ યાદ નથી તેમ કહી ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા.તેમણે બહુ જ યાદ કરવાની કોશિષ કરી પણ યાદ કરી શક્યા નહી...વૃદ્ધ માતા પિતાની સંતાનો ઘડપણની લાકડી બનતા હોય છે.ત્યારે આ માતાને કચરામાં ફેંકી દેનારા પરિવારને તેની વેદનાની ચીસો કેમ સંભળતી નથી.જે માતાએ નવ નવ મહિના વેદના વેઠી જન્મ આપી મોટા કર્યો એ પરિવારનું હ્યદય માતાને કચરે રઝળતી કરતી વખતે કેમ ન દ્રવી ઊઠયું.? કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર લોકો આવા પરિવાર પર તિરસ્કાર વરસાવી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News